________________
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતમાં ૩૪મી દેરી શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુની છે.
શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત દર્શનીય અને મનોરમ્ય છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના અનેરા ભાવો ઉછળ્યા વિના ન રહે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનસ્થ છે, શ્વેત પાષાણની આ પ્રતિમાજી પરિકરથી પરિવૃત્ત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
મહિમા અપરંપાર સાંજના સાત વાગ્યાનો સમય હતો. ઘરમાં દિલસુખભાઈ અને તેમના પત્ની રંજનબેન ઓફિસમાં બેઠા હતા. બન્ને વાતો કરતાં હતા. દિલસુખભાઈની ઉંમર બોંતેર વર્ષની હતી. નિયમિત ભોજન અને સાત્વિક ખોરાક લેતા હોવાથી તેમની તબીયત સારી હતી. તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. દિલસુખભાઈ રેલ્વેમાં નોકરી કરતાં હતા. છેલ્લા કેટલાક વર્ષોથી નિવૃત્ત હતા.
ર દિલસુખભાઈ અને રંજનબેન વાતો કરી રહ્યાં હતા ત્યાં એકાએક દિલસુખભાઈ વાતો કરતાં કરતાં ઢળી પડ્યા રંજનબેને મોટેથી બૂમ પાડી :
અરે...કોઈ આવો...તારા બાપુજીને કાંઈક થઈ ગયું છે...' ( દિલસુખભાઈને એક પુત્ર અને એક પુત્રી હતી. પુત્રી સરોજ સાસરે હતી. પુત્ર નીરજ સરકારી નોકરી કરતો હતો. તેની પત્ની રમા ગૃહકાર્ય કરતી હતી.
નીરજ હજુ આવ્યો નહોતો. રંજનબેનની બુમ સાંભળીને રમા દોડતી આવી અને બોલી : “મમ્મી, પપ્પાજીને શું થયું?”
તું જલ્દી નીરજને જણાવકે તારા બાપુજીને જરાય ઠીક નથી અને ડોક્ટરને ફોન કરી દે...”
શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
૨૮૪