Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 307
________________ સ્મરણ થયું છે. વર્તમાનમાં શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પ્રભુ તરીકે જાણવામાં આવે શ્રી ગાડિલયા પાર્શ્વનાથ કેમ કહેવાય છે તેનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી. આ પ્રતિમાજી દિવ્ય અને અલૌકિક છે. તેનો મહિમા અપરંપાર છે. એમ કહેવાય છે કે આ પ્રતિમાજીનું પબાસણ ગાલ્લીના (એક જાતનું ગાડું) આકારમાં છે. તેથી ગાલિયા પાર્શ્વનાથ' નામ પડ્યું હોવું જોઈએ. હાલનું જિનાલય સંવત ૧૮૭૫ની આસપાસ બંધાયેલું છે. દર વર્ષે મહા સુદ-પના પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સંઘ દ્વારા ભવ્ય રીતે ઉજવાય છે. | મહામંત્રી વસ્તુપાળ - તેજપાળની માંડલ જન્મભૂમિ છે. આથી આ ગામ પ્રાચીન અને ઐતિહાસિક છે. અનેક કવિઓ, આચાર્યો તથા મુનિવરોએ પ્રાચીન રચનાઓમાં આ તીર્થના યશોગાન ગાયા છે. સંપર્ક : શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુ.માંડલ તા. વીરમગામ, જી. અમદાવાદ. (ગુજરાત) પીન: ૩૮૨૧૩). શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી ગાડલિયા પાર્શ્વનાથ પરમ પુણ્યવંતી ભૂમિ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલય કલા કારીગીરીથી સમૃધ્ધ છે. શાંત અને પવિત્ર વાતાવરણમાં આરાધના કરવા માટેનું સર્વશ્રેષ્ઠ તીર્થધામ છે. જિનાલયની બહાર આ સંકુલમાં ઉતારા માટેની ધર્મશાળા, ભોજનશાળા તથા સાધુ-સાધ્વીજી ભગવંતો માટેના ઉપાશ્રયો આવેલા છે. આ સંકુલમાં વૃક્ષો-લત્તાઓ તથા બગીચા હોવાથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વહેલી સવારે આ સંકુલનું વાતાવરણ દિવ્યતાથી ઓપતું જણાય છે. પક્ષીઓનો મધુર કલરવ હૈયાને પ્રસન્ન કરી મૂકે તેવો છે. શ્રી ગાડલિયા પાર્શ્વનાથ ૨૮૩

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332