________________
શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
ગુજરાંતના અમદાવાદ જીલ્લાના વીરમગામ તાલુકામાં આવેલ માંડલ મુકામે શ્રી ગાડિયા પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ્ય જિનાલય આવેલું છે. વીરમગામથી ૨૨ કિ.મી. તથા શંખેશ્વરથી ૩૦ કિ.મી. ના અંતરે માંડલ તીર્થ આવેલ છે.
આ ગામ ઘણું પ્રાચીન છે. તેમજ અહીં જૈનોની વસ્તી પણ સારી એવી છે. અહીં અન્ય ચાર જિનાલયો આવેલા છે. તેમાં શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી આદિનાથ પ્રભુ, શ્રી વાસુપૂજય સ્વામી વગેરે મૂળનાયક રૂપે બિરાજે છે. અહીં સાત ઉપાશ્રય તથા ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. માંડલ જૈન સંઘ દ્વારા યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરાય છે.
માંડલમાં જ્ઞાનભંડાર, આયંબિલશાળા, પાઠશાળા પણ છે. દર વર્ષે સાધુસાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થતાં રહે છે. અહીંની પાંજરાપોળનો વહીવટ જૈનો કરે છે.
અહીંના જૈનો તરફથી સદાવ્રત ખાતું, હોસ્પીટલ તથા હાઈસ્કૂલ ચાલે છે. માંડલ તીર્થની નજીકમાં ભોંયણી, વડગામ, શંખેશ્વર, ઉપરિયાળાજી, રાંતેજ વગેરે તીર્થો છે.
શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુનું આ મુખ્ય અને દર્શનીય તીર્થ સ્થાન છે.
આ સિવાય જીરાવલા પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં, સાંતાક્રુઝ(મુંબઈ)માં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં તથા શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ચોત્રીસમી દેરીમાં શ્રી ગાડિલયાજી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી બિરાજમાન છે.
માંડલ ગામની વચ્ચે આવેલ ગાંધીવાસમાં શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય આવેલ છે. શ્રી ગાડિલયા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્વેતવર્ણ, પાષાણની, પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૦ ઈંચ અને પહોળાઈ સવા છ ઈંચની છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયની
આ પ્રતિમાજીને ક્યારેક ગાડરિયા પાર્શ્વનાથ તરીકે ઓળખવામાં આવતી હતી. પ્રાચીન સ્તવનોમાં ગાડરિયા, ગાડર કે ગાડરી તરીકે આ પાર્શ્વનાથ પ્રભુનું
શ્રી ગાડલિયા પાર્શ્વનાથ
૨૮૨