________________
જણાવી દીધું કે હવે ઘેર જવું હોય ત જઈ શકશો. લખુભાઈ સાવ નોર્મલ છે. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
મેહુલ, દીપક અને સુશીલાબેન લખુભાઈને લઈને વાંકાનેર આવી ગયા. ત્યાર બાદ પંદર દિવસ વીતી ગયા. લખુભાઈની પહેલાં જેવી તબીયત થઈ ગઈ.
સુશીલાબેન લખુભાઈને લઈને ડો. ત્રિવેદી પાસે ગયા અને પૂછયું : “ડોક્ટર સાહેબ, મેં એમના માટે એક સંકલ્પ કર્યો હતો કે શંખેશ્વર લઈ જવા. હવે એમની તબીયત સારી થઈ છે તો જઈ શકાય કે નહિ?”
હા...જરૂર...હવે કશું નથી...બધું બરાબર છે.' ડૉ.ત્રિવેદીએ છૂટ આપી દીધી.
' અને...લખુભાઈને લઈને પરિવારના સભ્યો રવિવારે વહેલી સવારે શંખેશ્વર જવા વિદાય થયા. તેઓ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારની ધર્મશાળામાં ઉતર્યા. એ જ દિવસે સૌ કોઈએ પૂજાના વસ્ત્રો પહેરીને ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવા પૂજા કરી અને સુશીલાબેને ખાસ શ્રી ટાંકલાજી પાર્શ્વનાથની સેવા પૂજા અને ભક્તિ કરી અને મનમાં બોલ્યા : “હે પ્રભુ, આપની કૃપા સદાય આ રીતે અમારા પર વરસ્યા કરે...”
સુશીલાબેનની આંખો માંથી આંસુ આવી ગયા. તેમણે ત્યાં ચૈત્યવંદન કર્યું. ભક્તિભાવ પૂર્વકનું સ્તવન ગાયું.
' લખુભાઈ અને તેનો પરિવાર બપોરે ભોજન લઈને વાંકાનેર જવા નીકળી ગયો. મોડી રાતે તેઓ વાંકાનેર પહોંચી ગયા. શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું નિત્ય સ્મરણ કરવાથી કષ્ટો દૂર થાય છે.
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
૨૮૦