________________
ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં ૩૩મી દેરી શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં બિરાજીત શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી ૩૧ ઈંચની ઊંચાઈ ધરાવે છે. પરિકરથી પરિવૃત આ પ્રતિમાજી પદ્માસનસ્થ અને સપ્તફણાથી અલંકૃત છે. શ્રી ટાંકલાજી પાર્શ્વનાથના દર્શનથી મનની શાંતિમાં વધારો થાય છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના સંકુલમાં કલાત્મક અને કારીગીરીયુક્ત ભવ્ય જિનાલય ઉપરાંત રહેવા – ઉતરવા માટે ધર્મશાળા તથા ભોજનશાળા આવેલ છે. સાધુ- સાધ્વીજીઓ માટેના ઉપાશ્રયો છે. સંકુલમાં વૃક્ષો અને બગીચા હોવાથી યાત્રિકોને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ થયા વગર રહેતો નથી. ભોજનશાળામાં સવારે નવકારશી, બપોરે ભોજન તથા સાંજે વાળની સગવડ છે. ભોજનશાળામાં ભોજન સામગ્રી સ્વાદિષ્ટ અને સાત્વિક બનાવવામાં આવે છે. શંખેશ્વર જવાનું થાય તો અહીંની ધર્મશાળામાં ઉતરવા જેવું છે.
મહિમા અપરંપાર
વાંકાનેરના લખુભાઈને મેડીકલ સ્ટોર્સ છે. તેમને ધર્મ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા પર્યુષણમાં તેઓ નાની-મોટી તપશ્ચર્યા કરે. તેમના પત્ની સુશીલાબેન પણ ધર્મ પ્રત્યે આસ્થા ધરાવનારા હતા.
ચાતુર્માસમાં બન્ને પતિ-પત્ની નિયમિત ગુરૂદેવનું વ્યાખ્યાન સાંભળવા જાય અને ઘેર સામાયિક - પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે. તેમનો મોટો પુત્ર મેહુલ અને નાનો દીપક મેડીકલ સ્ટોર્સ સંભાળે. લખુભાઈ સવારે અને સાંજના એકવાર પોતાની દુકાને જતાં. આમ તો તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા.
| એક દિવસ લખુભાઈ બીમાર પડ્યા. તેમના પુત્રો મેહુલ અને દીપક પોતાના પિતાને ફેમીલી ડોક્ટર પાસે લઈ ગયા.
ફેમીલી ડોક્ટર ત્રિવેદીએ લખુભાઈને તપાસ્યા અને બધા રીપોર્ટસ કાઢવાની સલાહ આપી. એ દિવસે જ લખુભાઈના બધા રીપોર્ટસ કાઢવામાં આવ્યા.
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
૨૭૮