________________
શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય પાટણ (ઉ.ગુ.) માં છે. આ નગરનો ઈતિહાસ વિક્રમ સંવત ૮૦૨ વર્ષ પૂર્વેથી શરૂ થાય છે. આ નગરની સ્થાપના વનરાજ ચાવડાએ કરાવેલી. આ નગરનું નામ અણિહલપુર પાટણ રાખવામાં આવેલું. આ સ્થાન નક્કી કરવામાં અણિહલ ભરવાડનો સારો એવો ફાળો હતો.
પાટણમાં વિ.સં. ૧૬૦૦માં ૧૦૧ મોટા અને ૯૯ નાના જૈન દેરાસરો હતા. હજારો પ્રતિમાઓ હતી. જેમાં ૩૮ પ્રતિમાઓ રત્નોની હતી. | વિક્રમ સંવત ૧૭૦૦ માં મોટાં ૯૫ અને નાના જિનાલયો ૫૦૦ હતા. ત્યારબાદ અલ્લાઉદ્દીન ખીલજીએ ઘણું જ નુકશાન કરેલ હતું. હાલમાં ૮૪ મોટા જિનાલયો અને ૧૩૪ નાના દેરાસરો છે.
પાટણ શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહસિકતા માટે પ્રખ્યાત છે. જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિના અખૂટ ભંડાર જેવા આ શહેરમાંથી સેંકડો વીર પુરુષો, આચાર્યો, શ્રેષ્ઠીઓ તથા શ્રાવકોએ દુનિયાભરમાં પાટણને મશહુર કર્યું છે. પાટણ મહેસાણાથી ૩૦ કિ.મી., સિધ્ધપુરથી ૧૯ કિ.મી. તથા ચારૂપથી ૮ કિ.મી. ના અંતરે આવેલું છે. આ પ્રાચીન અને ભવ્ય જિનાલયોની નગરી પાટણ (ઉ.ગુ.) માં શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ ડંખ મહેતાના પાડામાં આવેલું છે. તેમજ શ્રી ટાંકલા પાર્શ્વનાથજીની પ્રતિમા મુંબઈમાં સાંતાક્રુઝના શ્રી કલિકુંડ જિનાલયની ભમતીની એક દેરીમાં છે. પાટણના ધન મહેતાના પાડામાં હાલ બે જિનાલયો આવેલાં છે. એકમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ મૂળનાયક રૂપે તથા બીજા જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુ મૂળનાયક રૂપે તથા બીજા જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ ના જિનાલયમાં ફરતી ભમતીમાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુની ૩૩મી દેરી આવેલી છે.
પાટણમાં ડંખ મહેતાના પાડામાં એક સુંદર કલાત્મક પરિકરમાં પંચધાતુના, પદ્માસનસ્થ, સપ્તફણાથી અલંકૃત શ્રી ટાંકલા પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
૨૭૬