________________
છે. આ પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૩ ઈંચની છે.
વર્તમાનમાં પાટણ ખાતે ૮૫ જેટલા મુખ્ય જિનાલયોમાં ૧૩૪ જેટલા કુલ જિન પ્રાસાદો છે. ડંખ મહેતાના પાડામાં શ્રી ટાંકલા પાર્શ્વનાથ નામ કેમ પડ્યું તેની પાછળનો ઈતિહાસ છે.
આ પરમાત્મા પાણી ભરેલા એક ટાંકામાંથી પ્રાપ્ત થયા તેથી તે શ્રી ટાંકલા પાર્શ્વનાથના નામથી પ્રસિધ્ધ થયા. આ પ્રતિમાજી દર્શનીય અને પરમ વંદનીય
અહીં દર વર્ષે મહા સુદ-૧૦ ના રોજ જિનાલયની વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે બહારગામથી પાટણના જૈનો તેમજ ડંખ મહેતાના પાડાના પરિવારો અહીં આવીને ઉત્સવમાં અનેરા ભાવ સાથે ભાગ લે છે.
ગુરૂ ભગવંતો અને કવિઓએ શ્રી ટાંકલા પાર્શ્વનાથ તીર્થની પ્રશસ્તિ પોતાની રચનાઓમાં કરી છે. શ્રી ટાંકલા પાર્શ્વનાથની પ્રતિમાજી અત્યંત ભવ્ય અને દિવ્ય
સંપર્ક : શ્રી ટાંકલા પાર્શ્વનાથ જૈન શ્વે. જિનાલય, ડંખ મહેતાનો પાડો, પાટણ (જી. મહેસાણા) ઉ.ગુ.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ટાંકલાજી પાર્શ્વનાથ વર્તમાનકાળમાં શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન પ્રતિદિન વધતો જાય છે. આજે શ્રી શંખેશ્વર તીર્થ જાગૃત અને પરમ પવિત્ર તીર્થ સ્થાન તરીકે જાણીતું છે. દરરોજ શંખેશ્વરમાં હજારો યાત્રિકોની અવર-જવર રહે છે. શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મૂળનાયક રૂપે બિરાજમાન છે. | શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં ભવ્ય જિનાલય આવેલું છે. જેમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને ભક્તિ જગાડે તેવી પ્રતિમાજીઓ બિરાજમાન છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ
શ્રી ટાંક્લાજી પાર્શ્વનાથ
૨૭૭