Book Title: 108 Parshwanath Tirth Samput Part 01
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji

View full book text
Previous | Next

Page 309
________________ રમાએ પ્રથમ ડોક્ટરને તત્કાળ આવી જવા માટેનો ફોન કર્યો. ત્યાર પછી નીરજને ઓફિસે ફોન કર્યો પરંતુ નીરજ ઓફિસેથી નીકળી ગયો હતો. ૨માએ ફોન મૂકીને રંજનબેન પાસે આવી ત્યાં તો ની૨જ આવી ગયો. દિલસુખભાઈ બેભાન અવસ્થામાં હતા. રંજનબેને પંખો વધારે તેજ કર્યો હતો. શું કરવું તેની કોઈ સુઝ પડતી નહોતી. ત્યાં તો ફેમીલી ડોક્ટર આવી પહોંચ્યા. ડોક્ટરે દિલસુખભાઈને તપાસ્યા અને એક ઈન્જેકશન આપી દીધું. 5 7] by ડોક્ટરે નીરજને કહ્યું : ‘ભાઈ, તમારા પિતાને પેરેલીસીસનો એટેક આવ્યો છે. મેં ઈન્જેક્શન આપ્યું છે એથી થોડીવારમાં ભાનમાં આવશે. ભાનમાં આવી જાય પછી વધારે ખ્યાલ આવશે.’ This psi ***jec લગભગ પંદરેક મિનિટ પછી દિલસુખભાઈ ભાનમાં આવ્યા. તેઓ બોલવા ગયા પણ જીભના થોથાં વળતા હતા. ડોક્ટરે તેમનું શરીર પુનઃ તપાસ્યું અને કહ્યું : ‘પેરેલીસીસનો એટેક છે. હમણાં દવા ચાલુ રાખવી પડશે.’ ડોક્ટરે દવાની ચિઠ્ઠી નીરજને પકડાવી દીધી અને નિયમિત દવા કરવા જણાવ્યું. nesale frie અને દિલસુખભાઈની સારસંભાળ પરિવારના દરેક સભ્યો દિલથી લેવા માંડ્યા. સાસરેથી સરોજ અને તેનો વર પણ ખબર પૂછવા આવી ગયો હતો. બન્ને જણાં ત્રણેક દિવસ રોકાઈ ગયા હતા. safe રંજનબેનને થયું કે ખરેખરી ઉપાધિ આવી ગઈ છે. રંજનબેનનું મન અશાંત બની ગયું હતું. ત્યાં પાડોસમાંથી દીનાબેન ખબર પૂછવા આવ્યા. ટ્ટિ fis દીનાબેને કહ્યું : ‘રંજનબેન, આતો અણધારી ઉપાધિ આવી ગઈ....' ‘હા...મારૂં મન આખો દિવસ વ્યગ્ર રહે છે. શું કરવું તેની સુઝ પડતી નથી.' ખરા ?’ દીનાબેન બોલ્યા : ‘રંજનબેન, તમે શંખેશ્વર ગયા છો ‘હા...બે વર્ષ પહેલા ગયા હતા કેમ ?’ ૨૮૫ શ્રી ગાડલિયા પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332