________________
ભક્તિભાવ અને સમાજમાં નવી આરાધના પધ્ધતિની લહેરથી તે ચીર સ્મરણીય બન્યા.
ગુરૂદેવશ્રી આ. પૂ. ભક્તિસૂરિશ્વરજી મ.ની આજ્ઞાને ચરિતાર્થ કરવા માટે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. ના વાસક્ષેપ અને આજ્ઞાથી પૂ.આ.શ્રી સુબોધ સૂરિજી મ.સાહબે પૂજયશ્રીને પાટણના મુખ્ય ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૧૫ની વૈશાખ સુદ ૬ ના મહોત્સવ રચીને આચાર્ય પદથી અલંકૃત કર્યા.
પૂજયશ્રીનો વાત્સલ્ય ગુણ અનુપમ છે. સેંકડો હજારો લોકો જાણે છે કે કેવી રીતે ચિંતાગ્રસ્ત અભાવ પીડિત મૃત્યુકામી માનવ પણ તેમની સાથેના સત્સંગથી સ્વસ્થ અને વૈર્યપૂર્ણ બની જાય છે.
પૂજયશ્રી કુલ ત્રણ ભાઈઓ હતા. મોટાભાઈ શેષમલજીએ આપના પછી દીક્ષા ગ્રહણ કરી અને આગળ વધતાં-વધતાં આચાર્ય પદારૂઢ બનીને પ.પૂ. આ.દેવશ્રી વિજય સુબોધસૂરિશ્વરજી મ. ના પુણ્યનામથી ઓળખાતા હતા. અમદાવાદ-શાહીબાગ, રાજસ્થાન હોસ્પીટલમાં વિ.સં. ૨૦૪૭ માગસર સુદ૧૩ ના પૂ.આ.શ્રી વિજય સુબોધસૂરિશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. રામ - લક્ષ્મણની જોડીના રૂપમાં પ્રખ્યાત બંને આચાર્ય બંધુ હંમેશા સાથે જ વિચરતા હતા. શાસન પ્રભાવનાના સર્વ કાર્યમાં બંનેની પ્રેરણા સાથે રહેતી હતી. પૂજ્યશ્રીના ત્રીજા ભાઈ હરિભાઈ પ્રતાપચંદ શાહ નો પરિવાર મુંબઈ (ગોરેગાંવ) રહે છે. - પૂજયશ્રીની શુભ નિશ્રામાં અનેક જગ્યાએ અંજનશલાકા પ્રતિષ્ઠા, મહાપૂજન, મહોત્સવ થયા છે અને ધર્મસંસ્થાઓની સ્થાપના થઈ છે. પ્રતિષ્ઠાઓમાં મુખ્ય રૂપમાં પુના, મુંબઈ, હિંગનઘાટ દૌડ, વાઈ, દાંતા, મરીનડ્રાઈવ, શંખેશ્વર વગેરે ઉલ્લેખનીય છે. | પૂજ્યશ્રીનો બહોળો સાધુ - સાધ્વીજી ભગવંતોનો શિષ્ય પરિવાર છે.
પૂજ્યશ્રી જૈનાચાર્ય હોવા છતાં સંસ્કૃતિ રક્ષા અને રાષ્ટ્રીય અસ્મિતાની સુરક્ષાના પ્રખર હિમાયતી છે.
શ્રી પ્રેમ પાર્શ્વનાથ
૨૭૩