________________
છતાં પણ પૂજ્યશ્રી બાળક જેવા સરળ, સહજ, નિખાલસ, નિષ્પક્ષ, મૃદુતામય, કોમળ, આડંબર રહિત, નિર્મોહી અને નિર્દભ છે.
પૂજ્યશ્રી મૂળ દુંદાડાના નિવાસી છે. તેમના પિતાજી પ્રતાપચંદજી વર્ષો પૂર્વે ગુજરાતના મહેસાણા ગામમાં આવીને વસ્યા હતા. પૂજ્યશ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા. નો જન્મ વિક્રમ સંવત ૧૯૭૬માં ફાગણ સુ.૧૫ (ધુળેટી) વિજયનગરમાં થયો હતો. પણ બાળપણ મહેસાણામાં વીત્યું. ત્યાં રોજ પાઠશાળામાં જતા હતા. એકવાર ૫.પૂ. વૈરાગ્યવારિધિ વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરિશ્વરજી મ.સા. બાળકોની પરીક્ષા લેવા માટે પધાર્યાં. ત્યાં જ આ ત્રિવેરીએ હીરાને પારખી લીધો. જૈન શાસનના એક અણમોલ રત્ન પર નજર પડતાં જ પં. ભક્તિ વિજયજી મ.ની આંખો ચમકી ઊઠી. તે દિવસ પ.પૂ.આ.શ્રી ભક્તિસૂરિશ્વરજી મ. માટે એક યાદગાર મહોત્સવનો દિવસ બની ગયો. કારણ કે આ. શ્રી ભક્તિસૂરિજી મહારાજે એક યોગ્ય શિષ્યને ઘણી ઘણી સંભાવનાઓના બીજના રૂપમાં પ્રાપ્ત કર્યો હતો.
ગુરૂ પણ શિષ્યોને શોધે છે. દૂરદૂર જાય છે અને અસલી રત્ન જેવા શિષ્યને પ્રાપ્ત કરીને તે પણ ધન્યતાનો અનુભવ કરે છે. આવા શિષ્ય હતા પન્નાલાલભાઈ. દીક્ષા નક્કી થઈ. પણ બાલ દીક્ષા પ્રતિબંધનો કાયદો ગાયકવાડ સરકારે કર્યો હતો કેટલાક વિરોધીઓએ દીક્ષા અટકાવવાનો વિચાર કર્યો પણ તેમને ક્યાં ખબર હતી કે આ નાનકડી જ્યોતિ દેદીપ્યમાન સૂર્ય (હાલ તપાગચ્છ સૂર્ય) બનવા જઈ રહી છે. તે કેવી રીતે રોકાઈ શકે ?
અને મહેસાણામાં વિક્રમ સંવત ૧૯૮૭ અષાઢ વદ છઠ્ઠના દીક્ષા મહોત્સવ થયો અને અમદાવાદમાં દીક્ષા થઈ.
પ.પૂ. આગમોદ્વારક આચાર્ય પ્રવર શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંયમ યાત્રાનો શુભારંભ થયો. પૂ. સાગરાનંદસૂરીજી મહારાજે પૂછ્યું : ‘બેટા પન્નાલાલ, તારું સાધુ નામ શું રાખવું છે ?’
ત્યારે દસ વર્ષના પન્નાલાલે કહ્યું : ‘પ્રેમવિજય’ બસ તે જ નામ રાખવામાં
આવ્યું.
શ્રી પ્રેમ પાર્શ્વનાથ
૨૭૧