________________
વાર જાહ polar the file
નાગેશ્વર પાર્શ્વનાથની વિશિષ્ટ મૂર્તિઓના દર્શન કરીને ભાવિકો ધન્ય બની ઊઠે છે. ૧૧૬ દેવકુલિકાઓ (દેરી) ના ૧૦૮ શિખરોથી અને આઠ સામરણોથી સુશોભિત, બે ઉપમંદિરોથી શોભતું મુખ્યત્વે મકરાણા આરસનું શ્રી ભક્તિ પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે. કલાત્મક ગર્ભદ્વાર, બબ્બે ચોકી મંડપ અને ઉન્નત શિખરો ધરાવતા ત્રણ દિશાના ત્રણ મહાધર પ્રાસાદ, અહીં નાનામાં નાનું શિખર ૩૭ ફૂટ ઊંચું અને સૌથી ઊંચું શિખર ૭૨ ફૂટની ઊંચાઈવાળું છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયના પ્રેરક તપાગચ્છ સૂર્ય, પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના નામ સાથે જિનાલયની બત્રીસમી દેવકુલિકામાં શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાઈ છે.
ગચ્છાધિપતિ આ.ભ.પૂ. પ્રેમસૂરિશ્વરજી મ.સા.
પ.પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. એક એવું વિરાટ વ્યક્તિત્વ છે કે હજારો વર્ષે ક્યારેક જ એવુવિરલ વ્યક્તિત્વ સદેહે પૃથ્વી પર વિચરતું જોવા મળે. જૈન શાસનના ગગન મંડળમાં અત્યંત દૈદિપ્યમાન તેજસ્વી તારા હંમેશા ચમકતા રહ્યાં છે. આ ચમકતાં તારાઓની અનોખી શ્રૃંખલામાં એક વિશિષ્ટ, અજોડ, શુક્ર સમાન વિલક્ષણ તારો ચમક્યો. જે ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના નામથી લોકો જાણે છે.
પ.પૂ. પ્રશાંતમૂર્તિ, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ એક સિધ્ધ મહાત્મા છે. માનવતાના મસીહા, ધૂરંધર ધર્મગુરૂ, અનુભૂતિ સંપન્ન,આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહાર કુશળ, સુજ્ઞ સમયજ્ઞ, પ્રતિભા સંપન્ન પ્રાજ્ઞ, વિલક્ષણ વ્યક્તિત્વ, વિખ્યાત વચન સિધ્ધ, પ્રખ્યાત પુણ્ય પ્રભાવી, પ્રસિધ્ધ પ્રવચનકાર, મહિમાવંત મહાપુરુષ, પરમશાસન પ્રભાવક, ધર્મધ્રુવ તારક, શિષ્ય વત્સલ, પ્રેમની પ્રતિમા, સ્નેહના ઉછળતા સાગર સમાન અને મોહક સ્મિતના જાદુગર છે. એવા વિસ્મય વિમુગ્ધ કરવાવાળા, વિલક્ષણ વ્યક્તિ વિના ધણી હોવા
૨૭૦
શ્રી પ્રેમ પાર્શ્વનાથ