________________
શ્રી પ્રેમ પાર્શ્વનાથ શ્રી શંખેશ્વર મહાતીર્થની પવિત્ર ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં આવેલું છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓથી અલંકૃત ભવ્ય જિનાલય આવેલું છે. આ ભવ્ય જિનાલયના પ્રેરક તપાગચ્છ સૂર્ય અને ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજા તથા સ્વ. આ.ભ.પૂ.શ્રી સુબોધસૂરિશ્વરજી મહારાજા છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ફરતી ભમતીમાં બત્રીસમી દેરી શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુની છે. આ.ભ.પૂ.શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજના શુભ અને મંગલકારી નામ સાથે શ્રી પ્રેમ પાર્શ્વનાથ પ્રભુનું નામ સંકળાયેલું છે.
| શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના પ્રેરક પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મ.સા. તથા પ.પૂ. સ્વ. શ્રીમદ્ વિજય સુબોધસૂરિશ્વરજી મ.સા. ના વરદ હસ્તે સંવત ૨૦૪૫ મહાસુદ પાંચમના શુભ મુહુર્ત આ મહાપ્રાસાદમાં મૂળનાયક શ્રી ભક્તિ પાર્શ્વનાથ સાથે ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતોની અંજન શલાકા - પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાયો
હતો.
આ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ જોવા અને શ્રી પાર્શ્વ પ્રભુની દર્શનીય પ્રતિમાજીઓને વંદના કરવા, ભક્તિ કરવા દૂરદૂરથી ભાવિકો હજારોની સંખ્યામાં આવતા - જતા રહે છે. વિશ્વભરમાં આ મહાપ્રાસાદ પોતાની વિશાળતા અને ભવ્યતાને કારણે વર્તમાનકાળમાં સ્વર્ણિમ ઈતિહાસનું એક ભવ્ય સંભારણું બની રહ્યો છે.
લગગ ૫૦ વિઘા ધરતી પર ૮૪000 ચોરસ ફૂટના ઘેરાવામાં પથરાયેલું પદ્મ સરોવર આકારનું જિનાલય, જાણે પૃથ્વીને પાટલે પ્રગટેલું સ્વર્ગલોકનું પદ્મ સરોવર ન હોય તેમ દર્શનાર્થીને લાગ્યા વગર રહેતું નથી.
આ જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મનોહર નયનરમ્ય ૧૦૮ પ્રતિમાજીઓ, પંચ ધાતુની મૂર્તિઓ તેમજ સહસ્ત્રફણા, લોદ્રવાજી, અઝારા તથા
શ્રી પ્રેમ પાર્શ્વનાથ
૨૬૯