________________
ત્યારે જીવણભાઈએ પત્નીની તબિયતની વાત કરી. સંઘ પ્રમુખે જીવણભાઈને કહ્યું: ‘તમે એક કામ કરો...”
આપ જેમ કહેશો તેમ કરીશ. પત્નીની તબિયતના કારણે મારી ચિંતાનો કોઈ પાર નથી.”
‘તમે શંખેશ્વર ગયા છો ?' ના...એવું સદ્ભાગ્ય હજુ સુધી સાંપડ્યું નથી...”
શંખેશ્વર તીર્થ યાત્રાનું ધામ છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ છે. અહીં ભવ્ય જિનાલય આવેલું છે. આ જિનાલયની એકત્રીસમી દેરીમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આપ મનમાં સંકલ્પ ધારણ કરો કે મારી પત્ની ચાર દિવસમાં સ્વસ્થ થઈ જાય તો હું શંખેશ્વર પત્નીને લઈને દર્શનાર્થે આવીશ.”
જીવણભાઈએ સંકલ્પ લીધો પછી કહ્યું : “મને સેવા પૂજા આવડતી નથી માત્ર દર્શન-વંદન જ કરી શકીશ.” | ‘કશો વાંધો નહિ. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. આપનો સંકલ્પ જરૂર પૂર્ણ
થશે.”
જીવણભાઈ ઘેર આવ્યા તેણે સુજાતાને સંકલ્પ ગ્રહણ કર્યાની વાત જણાવી.
આમને આમ બે દિવસ પસાર થઈ ગયા. સુજાતાને રાહત થવા લાગી. ચાર દિવસ બાદ ડોક્ટરે ફરીને રીપોર્ટ કઢાવ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું કે રીપોર્ટ ઘણા સરસ છે.
ડોક્ટરે કહ્યું : “હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ દવા ચાલુ રાખજો ...ખરેખર આશ્ચર્યની વાત છે કે આટલો જલ્દી સુધારો થયો હોય તેવો આ પ્રથમ કેશ છે...'
જીવણભાઈએ ડોક્ટરને લીધેલા સંકલ્પની વાત કરી ત્યારે ડોક્ટરે કહ્યું : ‘તમે કાલેજ શંખેશ્વર જઈ આવો. ચિંતા કરવાની જરૂર નથી.'
બીજે દિવસે જીવણભાઈ અને સુજાતાબેન શંખેશ્વર ગયા અને ત્યાં એક દિવસ રોકાઈને શ્રી શામળા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી અને પછી ભાવનગર
શ્રી શામળાજી પાર્શ્વનાથ
૨૬૭