________________
જે કોઈ શ્રધ્ધાળુ ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદમાં એકવાર આવે છે એને પરમ શાંતિની અનુભૂતિ થયા વિના રહેતી નથી અને ત્યાર પછી અવાર-નવાર ભક્તિવિહાર માં આવતો રહે છે.
ન આવી પરમ પાવન ભૂમિ પર શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં એકત્રીસમી દેરીમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ બિરાજમાન
- અહીંના શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિમાના દર્શન કરતાં શ્રધ્ધાળુંના હૈયામાંથી શબ્દો સ્ફરવા લાગે છે કે :
વંદના...વંદના....શામળા પાર્શ્વપ્રભુને વંદના, ના ભક્તિ કરતાં મનડું ન થાકે, હૈયાની ભાવ વંદના, મોહિત કરી મૂકે આપની પ્રતિમા, જીવન ધન્ય બને શરણ માંગુ શામળા પાર્શ્વ આપનું, ભક્ત એવું ઝંખે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ જિનાલયની ભમતીની ૩૧મી દેરીમાં બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથજી ની પ્રતિમા અત્યંત દર્શનીય અને પરમ પ્રભાવિક છે. અહીં બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઊંચાઈ ૩૧ ઈંચની છે તથા પદ્માસનસ્થ છે. શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો ઠેરઠેર છે. ભક્ત શ્રધ્ધાથી શ્રી શામળા પાર્શ્વનાથનું સ્મરણ કરે તો અવશ્ય તેની મનોકામના પૂર્ણ થાય છે.
મહિમા અપરંપાર ભાવનગરના જીવણભાઈ બ્રાહ્મણ હતા. તેઓ શૈવધર્મી હતા, પરંતુ બાજુમાં જિનાલય હોવાથી અવાર-નવાર જૈન મુનિ ભગવંતોનો સત્સંગ થતો. આવા સત્સંગનું પરિણામ એ આવ્યું કે તેમને જૈન ધર્મ અને તેના સિધ્ધાંતોનું મનન કરવા માંડ્યું. જીવણભાઈને જૈન ધર્મના આચાર-વિચાર તેમજ દર્શનમાં ભારે રસ પડ્યો. જૈનમુનિ ભગવંતોના સંપર્કના કારણે તેમણે જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો.
જીવણભાઈ અનેક લોકોને કહેવા લાગ્યા કે હું જન્મ બ્રાહ્મણ છું પણ કર્મો
શ્રી શામળાજી પાર્શ્વનાથ
૨૬૫