________________
આ પ્રતિમાજી પાટણના ત્રણ દરવાજા પાસેની ભૂમિમાંથી પ્રગટ થઈ હતી. પ્રભુજીને ગાડામાં બેસાડીને લઈ જતાં ઢંઢેરવાડા પાસે ગાડું અટકી પડ્યું અને પ્રભુજીને ઢંઢેરવાડામાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
પાટણના જોગીવાડામાં આવેલ શ્રી શામળા પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે. આ પાર્શ્વનાથને શ્રી ધિંગડમલના નામથી ઓળખવામાં આવે છે. આ પાર્શ્વનાથ અત્યંત પ્રભાવક અને ચમત્કારિક છે.
અનેક જૈનાચાર્યો અને મહાપુરુષોએ શ્રી શામળા પાર્શ્વનાથની સ્તુતિ પોતાની રચનાઓમાં કરી છે.
સંપર્ક : શ્રી શામળા પાર્શ્વનાથ જૈન શ્વેત. તીર્થ, ઠે. : શામળાની પોળ, શામળાજીનો ખાંચો, મદન ગોપાલની હવેલી પાસે, અમદાવાદ(ગુજરાત)
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી શામળાજી પાર્શ્વનાથ પરમ તારક તીર્થ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં દરરોજ હજારો યાત્રાળુઓની અવર-જવર રહે છે. દર પુનમે તો શંખેશ્વરમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. દર પુનમ ભરવા મુંબઈ, અમદાવાદ સહિત વિવિધ શહેરો અને ગામોમાંથી શ્રધ્ધાળુઓ નિયમિત આવતાં રહે છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને અલૌકિક પ્રતિમાજીઓથી સુશોભિત જિનાલય છે. યાત્રાળુઓ ખૂબજ શાંતિથી રહીને જિનભક્તિ કરી શકે તેવી આરામદાયક અને સુવિધાવાળી ધર્મશાળાઓ છે તેમજ સવાર-બપોર સાંજના ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજન મળી રહે, અલ્પાહાર મળી રહે તેવી ભોજનશાળા
- આ સંકુલમાં સાધુ - સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો છે. બગીચો અને વૃક્ષોની હારમાળાથી આ સંકુલની શોભામાં અનેરો વધારો થયો છે.
શ્રી શામળાજી પાર્શ્વનાથ
૨૬૪