________________
શ્રી શામળાજી પાર્શ્વનાથ - અમદાવાદમાં શામળાની પોળમાં શ્રી શામળા પાર્શ્વનાથ મુખ્ય તીર્થ આવેલું છે. પાટણમાં શાહવાડા, ઢંઢેરવાડા, ખેતરવસીમાં તથા નિશાળની શેરીમાં શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે એ સિવાય ઈડર, રણાસણ (વિજાપુર), વઢવાણ, તેરા (કચ્છ), દાંતરાઈ (રાજસ્થાન), સમેતશિખર તીર્થ, મહિમાપુર (બિહાર), ડભોઈ, બોરસદ, રાધનપુર, ઉના, ગિરનાર પર્વત (જૂનાગઢ) તથા અજીમગંજ વગેરે સ્થાનો પર શ્રી શામળાજી પાર્શ્વનાથની પ્રતિમાજીઓ બિરાજમાન છે. અમદાવાદમાં લાંબેસરની પોળમાં પણ શ્રી શામળાજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
અમદાવાદમાં શામળાની પોળમાં શાળાના ખાંચામાં શ્રી શામળા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. પદ્માસનસ્થ, શ્યામવર્ણની, પાષાણની પ્રતિમાજી સપ્તફણાથી વિભૂષિત છે. પ્રતિમાજી ૧૪ ઈંચ ઊંચી અને ૧૨ ઈંચ પહોળી છે.
આ જિનાલયનું નિર્માણ વિક્રમ સંવત ૧૬૫૬માં મંત્રીશ્વર વસ્તુપાળના વંશજ સોમજી સંઘવી તથા તેમના ભાઈ શિવાએ કરાવ્યું હતું. જિનાલયમાં કાષ્ઠ પરનું કોતરકામ, કલા કારીગરી મોહિત કરી મૂકે તેવી છે. તીર્થંકર પ્રભુના પાંચ કલ્યાણકોના પ્રસંગોને લાકડામાં કોતરવામાં આવ્યા છે. આ મંદિરના મેડા ઉપર આરસના પાર્શ્વનાથજી કાઉસગ્ગ મુદ્રામાં છે. આ જિનબિંબ ઘણું પ્રાચીન છે. ભારતભરમાં અનેક સ્થાનો પર શ્રી શામળાજી પાર્શ્વનાથના જિનાલયો આવેલાં
સમેત શિખરમાં શ્રી પાર્શ્વનાથજીની મુખ્ય ટૂંક છે. અહીંની પ્રતિમાજી શ્યામવર્ણી છે, તેથી તે શામળા પાર્શ્વનાથ તરીકે પ્રસિધ્ધ છે. તેને ફરતું જલમંદિર છે. સમેત શિખર એ વર્તમાન ૨૦તીર્થકરોની નિર્વાણભૂમિ છે. સમેત શિખરજીની યાત્રા જીવનમાં એકવાર તો કોઈપણ જૈન પરિવારે અવશ્ય કરવી જોઈએ.
પાટણના ઢંઢેરવાડામાં મહારાજા સંપ્રતિના સમયના કસોટી પથ્થરના શ્રી શામળા પાર્શ્વનાથજીની પ્રતિમા છે. એવું કહેવાય છે કે રાજ રાજેશ્વર મહારાજા કુમારપાળ આ પ્રભુજીની સામે શ્રેષ્ઠીવર્યોની સાથે સ્નાત્ર મહોત્સવ કરતા હતા.
શ્રી શામળાજી પાર્શ્વનાથ
૨૬૩