________________
પહેલાં ત્રણ વાર શોધખોળ કરી હતી.
રસીલાબેન રસોડા માંથી બહાર આવ્યા અને રશ્મિભાઈને ફોન કર્યો કે હીરાની વીંટી મળી ગઈ છે.
રશ્મિભાઈએ પણ હાશકારો આ વાત સાંભળીને અનુભવ્યો.
રસીલાબેને હીરાની વીંટી સાચવીને પોતાના કબાટમાં યોગ્ય સ્થળે મૂકી દીધી.
સાંજે રશ્મિભાઈ આવે તે પહેલાં રસીલાબેને સુનયનાને હીરાની વીંટી મળી ગયાનું જણાવી દીધું હતું.
સાંજે રશ્મિભાઈ આવ્યા થોડીવાર બન્ને વચ્ચે રકઝક થઈ. પછી શાંતિ સ્થપાઈ
ગઈ.
રસીલાબેને રમિભાઈને શંખેશ્વર જવાની વાત કરી. રશ્મિભાઈ તરતજ શંખેશ્વર જવા માટે માની ગયા.
બીજે દિવસે રશ્મિાઈ અને રસીલાબેન શંખેશ્વર ગયા ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદની ધર્મશાળામાં ઉતર્યા. બીજે દિવસે પ્રથમ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી પછી તેઓ ભમતીની ત્રીસમી દેરીમાં બિરાજમાન શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે આવ્યા ત્યાં બન્નેએ ભક્તિભાવ પૂર્વક સેવા-પૂજા કરી. ચૈત્યવંદન કર્યું. અને સ્તવન ગાયું.
એ જ દિવસે રશ્મિભાઈ અને રસીલાબેન નડિયાદ જવા નીકળી ગયા. રસીલાબેન અને રશ્મિભાઈને શ્રી નાગફણા પાર્થ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા વધારે ગાઢ બની ગઈ અને નિશ્ચય કર્યો કે દર વર્ષે એકવાર તો શંખેશ્વર યાત્રાએ અવશ્ય આવવું અને પ્રભુ ભક્તિ કરવી.
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૬૧