________________
‘રસીલાબેન, આ તમારી બેદરકારીનું જ પરિણામ છે. તમારે આટલી મોંઘી વીંટી પ્રસંગોમાં જ પહેરવી જોઈએ. એક વાત જણાવું?”
કહો...' રસીલાબેન બોલ્યા. રસીલાબેન, તમે શંખેશ્વર ગયા છો ?'
“હા...એક-બે વાર ગઈ હતી... તમારા ભાઈને રજા ઓછી મળે એટલે જવાનું ન થાય...'
“શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ પણ છે. આ સંકુલમાં જિનાલય આવેલું
તેમાં
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની તેજોમય અને દિવ્ય પ્રતિમાજીઓ આવેલી છે. તેમાં ૩૦મી દેરીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને અલૌકિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરો કે જો મારી હીરાની વીંટી સાંજ સુધીમાં મળી જશે તો હું દર્શનાર્થે આવીશ. સેવાપૂજા અને ભક્તિ કરીશ. પ્રાર્થના ખરા હૃદયથી કરજો...તમને જરૂર સફળતા મળશે.
સુનયનાબેન, હું તમારી સમક્ષ શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુને અંતઃકરણથી પ્રાર્થના કરું છું કે જો મારા હીરાની વીંટી સાંજ સુધીમાં મળી જશે તો હું શંખેશ્વર દર્શનાર્થે જઈશ.’ રસીલાબેન આંખો બંધ કરીને બોલ્યા હતા. | સુનયનાબેને કહ્યું: “રસીલાબેન, હવે સમજી લો કે તમારું કામ પતી જવાનું છે. શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુને કરેલી પ્રાર્થના ક્યારેય અફળ જતી નથી.'
સુનયનાબેન થોડી વાર બેસીને ચાલ્યા ગયા. રસીલાબેન ફરી પોતાની હીરાની વીંટી શોધવા લાગી ગયા ત્યાં અન્ધકલાક બાદ રસોડામાં આવ્યા ત્યારે ત્યાં ફંફોળવા લાગ્યા. અને રસીલાબેન ના આશ્ચર્ય વચ્ચે મગફળીની બરણી પાછળ હીરાની વીંટી જોવા મળી.
રસીલાબેને હીરાની વીંટી હાથમાં લઈ લીધી. તેને હાશકારો થયો. તેમણે મનોમન શ્રી નાગફણા પાર્શ્વનાથને ભાવથી વંદન કર્યા તેઓ માનવા લાગ્યા કે તેમની કૃપાથી જ મારી હીરાની વીંટી મળી છે. કારણકે તેમણે રસોડામાં આ
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૬૦