________________
Suoliu 19 iata s
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ના ર બિરાજમાન શ્રી નાગફણા પાર્શ્વનાથ
શંખેશ્વર તીર્થ સમસ્ત વિશ્વમાં જાણીતું છે. શંખેશ્વર તીર્થે જૈન-જૈનેતરોનું દરરોજ વિશાળ પ્રમાણમાં આવન-જીવન રહે છે. શંખેશ્વરતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ છે. શંખેશ્વરમાં બીજું તીર્થધામ એટલે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ. ભક્તિવિહાર મહાપ્રસાદ વિશાળ જગ્યામાં છે. આ સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું દર્શનીય જિનાલય તેમજ ધર્મશાળાની સગવડ તેમજ સાત્વિક ભોજનની ભોજનશાળા છે. ભોજનશાળામાં બપોર-સાંજનું ભોજન તથા સવારે અલ્પાહારની વ્યવસ્થા છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં સાધુ અને સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયો આવેલા છે. બગીચા અને વૃક્ષોની હારમાળાના કારણે વાતાવરણમાં શુધ્ધતા જોવા મળે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયમાં ભમતીની ૩૦મી દેરીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે. શ્રી નાગફણા પાર્શ્વનાથ પદ્માસનસ્થ મુદ્રામાં છે તેમજ સપ્તફણાથી મંડિત છે. શ્વેત પાષાણની પ્રતિમાજી ની ઊંચાઈ ૩૧ ઈંચની છે.
શ્રી નાગફણા પાર્શ્વનાથ શ્રધ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
મહિમા અપરંપાર
| નડિયાદમાં રશ્મિભાઈ પારેખના પત્ની રસીલાબેનને દાગીના પહેરવાનો ભારે શોખ. ક્યાંક નજીકમાં જવાનું હોય તોય સજી-ધજીને જ જાય. રશ્મિભાઈને સરકારી નોકરી હતી. પગાર પણ સારો હતો એટલે પત્નીની મનોકામના સંતોષતા હતા. તેમાંય દિવાળી આવે એટલે રસીલાબેન તેના પતિ સાથે અવશ્ય સોની બજારમાં જાય અને સોનાની કોઈપણ વસ્તુ ખરીદે.
રશ્મિભાઈએ થોડા વખત પહેલાં રસીલાબેન માટે હીરાની વીંટી લીધી
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૫૮