________________
શ્રી નાગફણા પાર્શ્વનાથ
મહેસાણા જીલ્લાના વીજાપુર તાલુકાના વિહાર ગામમાં પરમ પ્રભાવક શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન તીર્થ આવેલું છે. આ ગામમાં ઉપાશ્રયની સગવડ છે. | અરવલ્લી પર્વતની ગોદમાં શ્રી નાગફણા પાર્શ્વનાથનું બીજું તીર્થ આવેલું છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલય (સાંતાક્રુઝ - મુંબઈ), જીરાવલા તીર્થની ભમતીમાં શ્રી નાગફણા પાર્શ્વનાથજીની પ્રતિમાજી બિરાજમાન છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનપ્રાસાદની ભમતીમાં ૩૦મી દેરી શ્રી નાગફણા પાર્શ્વનાથ પ્રભુની છે.
વિહાર ગામમાં શ્રી નાગફણા પાર્શ્વનાથજીનું શિખર બંધી જિનાલય આવેલું છે. શ્વેત પાષાણની, સપ્તફણાથી અલંકૃત, પદ્માસનસ્થ પ્રતિમાજી દિવ્યતાના તેજ પ્રસરાવે છે. આ પ્રાચીન પ્રતિમાજીની ઊંચાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૧૧ ઈંચની છે. આ ગામ ભૂતકાળમાં અન્ય નામથી ઓળખાતું હતું નાગરાજ ધરણેન્દ્રએ શ્રી પાર્શ્વ પ્રભુને પોતાની ફણાનું છત્ર ધરેલું હોવાથી શ્રી પાર્શ્વ પ્રભુનું નામ ‘નાગફણા પાર્શ્વનાથ' તરીકે પ્રસિધ્ધ થયું. અનેક પ્રાચીન કૃતિઓમાં “નાગફણા' નામનો ઉલ્લેખ જોવા મળે છે. | વિહાર ગામની શ્રી નાગફણા પાર્શ્વનાથજીના પ્રતિમાજી વિક્રમ સંવત ૧૮૭૩ની સાલના હોવાનું મનાય છે. સંવત ૧૯૮૬ની સાલમાં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું. અને પ્રતિષ્ઠા મહોત્સવ રચ્યો હતો.
દર વર્ષે સંઘ દ્વારા મહા સુદ ૫ નો પ્રતિષ્ઠા દિન ઉજવવામાં આવે છે. મુનિ-ભગવંતો, કવિઓની પ્રાચીન રચનામાં આ તીર્થનો ઉલ્લેખ થયો છે.
સંપર્ક : શ્રી નાગફણા પાર્શ્વનાથ જે. જૈન દેરાસર ટ્રસ્ટ, મુ.પો. વિહાર, તા. વીજાપુર જી. મહેસાણા (ઉ.ગુ.)રો
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૫૭