________________
મૂળનાયકની આસપાસ સાડા ચાર ફૂટ ઊંચી શ્રી શાંતિનાથ તથા શ્રી મહાવીર સ્વામી કાઉસગ્ગ મુદ્રામાં શ્વેત પાષાણની મૂર્તિઓ છે.
મૂર્તિમાં જ યથા સ્થાને લંગોટ - કંદોરો (કરધની) અને ભામંડલ છે. આટલી વિશાળતા હોવા છતાં મૂર્તિ સમતોલ સ્વાભાવિક રીતે પગો ઉપર છે. શ્રેષ્ઠ કારીગરો માટે પણ એક આશ્ચર્ય સમાન છે. ભામંડલ પર સુંદર કલાત્મક ધારીઓ અભૂત
છે. !
મસ્તક પર ફણાઓની પાછળની પથ્થરની દિવાલમાં જે ગોખલું છે એમાં વર્ષોથી એક નાગ રહે છે. જે ભાગ્યશાળીઓને જ કોઈ કોઈવાર સફેદ કે કથ્થાઈ રંગમાં દર્શન આપે છે. મૂળ નાયકના પગ પાસે બંને બાજુ ચામરધારી દેવોની ૩૭ ઈંચની પાષાણની મૂર્તિઓ છે. પ્રતિમાજી એટલા ચકચકિત છે કે પ્રગટાવેલા દીવા પણ તેમાં પ્રતિબિંબત થાય છે. સસ્મિત મુખ મંડલ ખીલેલા કમળ જેવું દેખાય છે.
પાર્શ્વનાથ પ્રભુની આવી દિવ્ય, ભવ્ય, વિશાળ અને સુંદર પ્રતિમા ભારત વર્ષમાં અન્યત્ર નથી.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયનું મુખ પૂર્વ દિશા તરફ છે. પૂર્વ દિશામાં બે માઈલ દૂર કાલી સિંઘ નામની મોટી નદી વહે છે અને પશ્ચિમમાં એક માઈલ દૂર કાલીદાસની પ્રિયા ક્ષિપ્રા નદી છે. બન્ને નદીઓના મધ્યમાં પહાડી ભાગ છે.
આ તીર્થમાં આ.શ્રી કુશલસૂરિજી મ. ની એક દાદાવાડી છે. જેમાં સાડા પાંચ ફૂટની એક ઉભી પ્રતિમાજી છે. તેમજ અહીં વિશાળ નવ મંઝીલનું શ્રી ઋષભદેવ જિનાલય દેવગુરૂ “હૂકાર ધામ' જિન ચૈત્યનું નિર્માણ થયું છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૫