________________
પાર્શ્વનાથ પ્રભુના જીવનકાળ દરમ્યાન થયું હશે. આ પ્રતિમાજી પહેલાં મરકત મણિની હતી, તે સર્વશ્રેષ્ઠ મનાય છે. હાલ પાષાણની છે. આજે કુલપાકજી (આંધ)માં માણેકરનની મૂર્તિ છે.
એક જ્ઞાની ભગવંત શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ અંગે જણાવેલ છે કે સૌ પ્રથમ શ્રી પાર્શ્વ પ્રભુની આ કાર્યોત્સર્ગ મુદ્રાની પ્રતિમાજી અહિચ્છાત્રા નામની નગરીના સુવર્ણ મંદિરમાં સ્થાપિત થઈ હતી. તે નગરી પ્રભુના જીવનકાળ દરમ્યાન વસાવાઈ હતી.
પ્રભુ દીક્ષિત થયા તે પૂર્વે કમઠ નામના તાપસને જોવા ગયા હતા. કમઠ તપસ્વી પંચાગ્નિ તપમાં લીન હતા. કમઠ ચારે દિશામાં ચાર અગ્નિકુંડોનો તાપ અને ઉપરથી સૂર્યના તાપને સહન કરવાની કલાનું પ્રદર્શન કરી રહ્યો હતો. આ કલા જોવા માનવ મેદની ઉમટી પડી હતી.
ત્યારે પાર્શ્વકુમારે દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે તાપસની સામેના અગ્નિકુંડમાં એક લાકડામાં નાગ બળી રહ્યો છે ત્યારે કરૂણાના સાગર એવા પાર્શ્વકુમાર શાંત કઈ રીતે રહી શકે. તેમણે પોતાના સેવકો દ્વારા તે લાકડું ફડાવ્યું અને અર્ધજલિત નાગને કઢાવીને તેને શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. (ફળ સ્વરૂપે તે નાગ મૃત્યુ પામીને ધરણેન્દ્રના રૂપમાં ઉત્પન્ન થયો)
પાર્શ્વકુમારે તાપસને જણાવ્યું કે જેમાં જીવોની જયણાં હોય તે સાચી તપશ્ચર્યા કહેવાય. જ્યાં અજયણા હોય ત્યાં ધર્મ ન હોઈ શકે કે ન તો તપ.'
આ સાંભળી કમઠતાપસ ક્ષોભ પામ્યો પણ માનવ મેદની વચ્ચે અપમાનિત થયાનું પણ લાગ્યું. તેનો અહંકાર ઘવાયો. તેનામાં ક્રોધ ઉત્પન્ન થયો. અને વેરની તીવ્ર ભાવના સાથે મૃત્યુ પામીને અસુર યોનિમાં મેઘકુમાર નિકાયમાં મેઘમાલી નામના દેવરૂપે ઉત્પન્ન થયો. | પાર્શ્વ પ્રભુ દીક્ષિત થઈને એકવાર કૌસ્તુભ નામના વનમાં ઊભા ઊભા કાઉસગ્ગ કરી રહ્યાં હતા ત્યારે બદલો લેવા માટે કમઠ અર્થાત મેઘમાલી દવે ભયંકર વર્ષા કરી, પ્રભુના નાક સુધી પાણી આવી ગયું. ત્યારે પાર્શ્વ પ્રભુએ જે નાગને બચાવ્યો હતો તે ધરણેન્દ્રદેવે સહસ્ત્રફણા વાળા સર્પનું રૂપ ધારણ કરીને
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૩