________________
વંશ-વારસાગત રીતે ચાલ્યો આવતો હતો. પૂજારીઓ પરમ પ્રભાવક જિન પ્રતિમાના માલિક બની બેઠા. અનેક વર્ષો સુધી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી પુજારીઓના હાથમાં રહી.
થોડા દશકાઓ પહેલાં ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજને પુજારીઓના હાથમાં રહેલી આ પ્રભાવક પ્રતિમાજીની જાણ થયેલી. પૂજ્યશ્રીએ આ પ્રતિમાજી પાછી મેળવવા ભરપૂર પ્રયત્નો કર્યા છેવટે આ પ્રતિમાજી પર શ્વેતાંબર જૈનોનો હક્ક કોર્ટે ઘોષિત કર્યો અને ધરણેન્દ્રદેવ નિર્મિત શ્રી પાર્શ્વ પ્રભુની આ દિવ્ય પ્રતિમાજી પુનઃ જૈનોના હાથમાં આવી.
વિક્રમ સંવત ૨૦૨૬ના વૈશાખ વદ દસમના પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિ મહારાજની પાવન નિશ્રામાં આ પ્રતિમાજીને અઢાર અભિષેક કરવામાં આવ્યા અને ત્યાર બાદ સેવાપૂજા માટે ઘોષિત કરાઈ..
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલું છે. ભારત ભર માંથી હજારો યાત્રાળુઓ આ દિવ્યના તેજ સમા પરમ પ્રભાવક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન, સેવા-પૂજા અને ભક્તિ અર્થે જતાં હોય છે. શ્રી નાગેશ્વર તીર્થ આજે મહાતીર્થ તરીકે આકાર પામ્યું છે.
જીર્ણોધ્ધાર જિનાલયમાં આચાર્ય ભગવંત શ્રી ચંદ્રોદયસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે પરમ પ્રભાવક આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૩૭ના વૈશાખ સુદ-૬ના થઈ હતી.
જીવનમાં એકવાર દરેક જૈન પરિવારે શ્રી નાગેશ્વર તીર્થની યાત્રા અવશ્ય કરવી જોઈએ.
સંપર્ક : શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પો. ઉન્ડેલ. જી. ઝાલાવાડ (રાજસ્થાન) સ્ટેશન-ચૌમહલા.
એક અન્ય માહિતી અનુસાર - ઉન્હેલ ગામે એકઝરણાના કિનારે, રતલામ - કોટા લાઈન પર આવેલા ચૌમહલા ગામથી પંદર કિલોમીટર દૂર આ મંદિર ૧૧૦૦ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન છે.
ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચાર મીટર ઊંચી કાર્યોત્સર્ગ મુદ્રાધારી
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૧