________________
લોકવાયકા અનુસાર આ પ્રતિમાજી મૂળ મરકતમણિથી અલંકૃત હતી, પરંતુ કાળના પ્રભાવે અનેક ધૂર્તોની બૂરી નજર મરકતમણિરત્નો પર પડી અને રત્નમય પ્રતિમાજીને ઉપાડી જવા ધૂર્તોએ વારંવાર પ્રયાસો કર્યા હતાં, પરંતુ અધિષ્ઠાયક દેવે ધૂર્તોની મહેચ્છા પૂર્ણ થવા દીધી નહિ. તેઓને કોઈ ન કોઈ પરચો આપીને દૂર હડસેલ્યા. ત્યારબાદ એક જૈનાચાર્યે તપ આરાધના દ્વારા ધરણેન્દ્ર દેવને પ્રત્યક્ષ કર્યા અને કાળના પ્રભાવની વાત જણાવીને રત્નમય પ્રતિમાને પથ્થરમય બનાવી દેવા વિનંતી કરી. ધરણેન્દ્રદેવે જૈનાચાર્યની માંગણીનો સ્વીકાર કર્યો અને દેવે શ્રી પાર્શ્વનાથની રત્નમય પ્રતિમાજીને પથ્થરમય બનાવી દીધી.
વિદ્વાનોના કથન અનુસાર આ પ્રતિમાજીનું નિર્માણ દેવ દ્વારા થયું છે. આમ તો આ પ્રતિમાજી અહિચ્છાત્રા નગરીમાં પ્રસ્થાપિત કરાઈ હતી. ત્યાં મૂર્તિની સુરક્ષાનો પ્રબંધ ઉચિત ન જણાતાં દૈવી તાકાતથી આ પ્રતિમાજી પારસનગરમાં આવી. એ સમયે પારસનગરમાં મહારાજા અજિતસેન રાજયનો કારભાર સંભાળતા હતા. તેમની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા-રાણીને સંતાન પ્રાપ્તિની અદમ્ય ઝંખના હતી. વિવિધ ઉપચારો કરાવ્યા છતાં તેમના ભવનમાં પારણું બંધાયું નહોતું. ત્યાં દિવ્ય પ્રતિમાજી પ્રાપ્ત થતાં રાજા-રાણીએ ભવ્ય જિનાલય બંધાવ્યું. નાગેન્દ્રગચ્છના જૈનાચાર્યના હસ્તે આ દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. રાજારાણી શ્રી પાર્શ્વનાથ પ્રભુની અંતરના ભાવ સાથે આરાધના કરવા લાગ્યાં અને તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થઈ.
કાળનો પ્રવાહ વહેતો રહ્યો, વર્ષોના વર્ષો વીતી ગયાં. આ જિનાલય ખંડેર બનતાં વિક્રમ સંવત ૧૬૨૪માં નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજની પ્રેરક વાણીથી તેનો જીર્ણોધ્ધાર થયો.
ક સમય પસાર થતાં પારસનગરનો લોકો “પારસ નાગેશ્વર” કહેવા લાગ્યા. ગામનું નામ “નાગેશ્વર” પ્રભુજીની પડખે જોડાઈ ગયું અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ નામથી જગ પ્રસિધ્ધ થયા. | નાગેશ્વર તીર્થની આસપાસ નગરીની પ્રાચીનતા દર્શાવતા અનેક ખંડેરો અને અવશેષો આજે પણ વિદ્યમાન છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પૂજાનો અધિકાર
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૦