________________
પ્રભુના મસ્તક ઉપર છાયા(છત્ર) કરીને ત્રણ દિવસ સુધી ભક્તિના રૂપમાં રહ્યાં. આમ આ ઉપસર્ગ શાંત થયા પછી આ ઘટનાની સ્મૃતિમાં “અહિચ્છત્રા” અર્થાત ‘સર્પનું છત્ર' નામની નગરી વસાવી. જે ચંપાનગરીથી ઉત્તરપૂર્વ દિશામાં હતી.
જે પ્રતિમા લગભગ બે હજાર વર્ષથી વધારે પ્રાચીન છે એના પર કોઈ શિલાલેખ મળી શકતા નથી. શંખેશ્વર, કેશરિયાજી, મક્ષીજી વગેરેની જેમ નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ઉપર પણ શિલાલેખનું અસ્તિત્વ નથી.
પાદપીઠમાં સ્થિત અષ્ટ માંગલિક વિશિષ્ટ ચિન્હોથી સિદ્ધ થાય છેકે આ પ્રતિમા બે હજાર વર્ષથી વધારે પ્રાચીન હોવી જોઈએ. પાદપીઠમાં કમલ-પત્ર, હરણ, સિંહ, ધર્મચક્ર વગેરે ચિન્હો કોતરેલા છે. આ રચના મથુરા શૈલીમાં ગણાવાય છે જો ભારતમાં ૧૧૦૦ વર્ષ પહેલાં મળી શકતી હતી.
નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની મનોહર અદૂભૂત આનંદદાયક પ્રતિમાની વિશેષતા આ પ્રમાણે છે. [, શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનો વર્ણ લીલો છે (જે પ્રભુના દેહનો હતો). પ્રભુ ઊભા ઊભા કાઉસગ્ગ કરી રહ્યાં હોય તેવી મુદ્રા છે.
પાદાસનમાં ધર્મચક્રની લંબાઈ ૧૫ ઈંચ અને પહોળાઈ ૮ઈંચ, પગના પંજાની લંબાઈ ૧૫ ઈંચ અને ૮ ઈંચ પહોળી છે. ઘુંટણથી પગ સુધીની લંબાઈ ૩૫ ઈંચ, કમરથી ઘુંટણ સુધીની લંબાઈ ૪૧ ઈંચ, વૃક્ષસ્થળની લંબાઈ ૧૫ ઈંચ તથા પહોળાઈ ૩૮ ઈંચ, બન્ને ભુજાઓનું અંતર ૪૩ ઈંચ, ભુજાની લંબાઈ ૨૫ ઈંચ અને પહોળાઈ ૮ ઈંચની છે. હાથની લંબાઈ ૩૫ ઈંચ, પહોળાઈ ૬ ઈંચ, કંઠથી નાભિની લંબાઈ ૩૫ ઈંચ, મુખની લંબાઈ ૩૦ ઈંચ, પહોળાઈ ૨૭ ઈંચ, ભામંડળની લંબાઈ ૩૨ ઈંચ, પહોળાઈ ૩૬ ઈંચ, મસ્તક પર ફણાની લંબાઈ ૧૯ ઈંચ તથા પહોળાઈ ૪૨ ઈંચ તથા શિખા અને ફણાના વચ્ચેનું અંતર ૬ ઈંચ લંબાઈનું
સાત ફણાનું છત્ર માથા પર બનેલું છે. ફણાની છત્ર સહિતની કુલ ઊંચાઈ ૧૪ ફુટ થાય છે. અને ફણા વિના દેહની ઊંચાઈ સાડા તેર ફૂટ છે. અર્થાત નવ હાથ છે જે પ્રભુના શરીરની વાસ્તવિક ઊંચાઈ હતી. પ્રતિમાજીનો પથ્થર કઠણ છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૪