________________
આટલી વિશાળ અને પ્રાચીન શ્વેતાંબર પ્રતિમાના દર્શન બીજે દુર્લભ છે.
પહેલાં જીર્ણ અવસ્થામાં રહેલા આ મંદિરની દેખભાળ એક સંન્યાસી બાબા કરી રહ્યાં હતા. પ્રતિમા હંમેશા અપૂજીત રહેતી હોવાનું દ્રશ્ય જૈન સંઘના ખ્યાલમાં આવતાં જૈન સંઘે યોગ્ય સરકારી કાર્યવાહી કરીને મંદિરનો કારભાર લઈ જીર્ણોધ્ધાર કરાવેલ છે. તે
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી અત્યંત ભવ્ય, સુંદર અને ચમત્કારિક છે. મંદિરના સંકુલમાં ધર્મશાળા, ભોજનશાળાની સગવડતા છે. ચૌમહલા ગામથી સડક પાકી છે. આ તીર્થધામ રાજસ્થાનમાં આવેલું. પરંતુ મધ્યપ્રદેશની સરહદ નજીક જ છે. ચિતોડગઢથી આ સ્થળ દક્ષિણ પૂર્વ દિશામાં ૧૭૦ કિ.મી. ના અંતરે અને રતલામથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલું છે. નજીકનું ગામ આલોટ ૮ કિ.મી.ના અંતરે છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ફરતી ભમતીમાં ઓગણત્રીસમી દેરી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છે. દેરીમાં કાઉસગ્ગ મુદ્રાની શ્રી પાર્થ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. આ દેરીમાં બિરાજમાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરતાં જ નાગેશ્વર તીર્થનું સ્મરણ થયા વિના ન રહે. આબેહુબ નાગેશ્વર તીર્થમાં જેવી પ્રતિમાજી છે તેવી જ અહીં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થની
વિશેષ માહિતી. નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજી ૨૯૦૦ વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. સંભવત આ પ્રતિમાજીનું નિર્માણ શ્રી ૯
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૫૨