________________
જૈન થયો છું. તેઓ જૈન ધર્મના તત્વજ્ઞાનથી ભારે પ્રભાવિત થઈ ગયા હતા.
જીવણભાઈને કબજીયાતની પીડા વર્ષોથી હતી પરંતુ જ્યારથી તેમણે ચોઉવિહાર પાળવાનું શરૂ કર્યું ત્યારથી તેમની તબિયત સુધરી ગઈ. તેઓ ચોઉવિહાર પાછળનું હાર્દ સમજી ગયા હતા.
જીવણભાઈના પત્ની સુજાતાબેન એકવાર ભયંકર બીમારી સપડાયા.
જીવણભાઈ પોતાની પત્ની સુજાતાને લઈને ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે બધા રીપોર્ટ કઢાવવા જણાવ્યું. રીપોર્ટ આવી ગયા પછી જીવણભાઈને એકલાને બોલાવીને ડોક્ટરે કહ્યું : “જીવણભાઈ, તમારી પત્ની લીવર પર સોજા છે... તેની તાત્કાલિક સારવાર કરાવવી પડશે...”
ડોક્ટર, આપ જેમ કહેશો તેમ અમે કરીશું'
‘ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ દવા કામ નહિ કરે તો તેમને અમદાવાદ લઈ જવા પડશે... આપણે ચાર દિવસ રાહ જોઈશું.”
ડોક્ટર, કોઈ ગંભીર બીમારી છે?'
ના...એવું કંઈ નથી...ઈશ્વરને પ્રાર્થના કરો કે ચાર દિવસમાં સુજાતાબેનને કંઈક રાહત થઈ જાય...' ડોક્ટરે કહ્યું.
જીવણભાઈને મનમાં થયું કે ડોક્ટર જરૂર કંઈક છૂપાવે છે પરંતુ ત્યારે કશું પૂછ્યું નહિ.
જીવણભાઈ પત્નીને લઈને ઘેર આવ્યા. તેમના પત્ની ખોરાક લે તો તરત જ ઉલ્ટી થઈ જતી...અને પછી ચક્કર આવી જતાં અને બેભાન બની જતા.
સુજાતાબેને ડોક્ટરની દવા શરૂ કરી દીધી.
જીવણભાઈ નજીકના જિનાલયના ઉપાશ્રયે આવ્યા અને ત્યાં તેમને સંઘના પ્રમુખનો ભેટો થઈ ગયો...
સંઘ પ્રમુખે પૂછયું : “કેમ જીવણભાઈ...! અત્યારે ?
મુનિરાજ પાસે આવ્યો છું...'
‘મુનિવરે તો આજે જ વિહાર કર્યો છે. તમે ચિંતામાં લાગો છો. શું વાત છે?”
શ્રી શામળાજી પાર્ટાનાથ
૨૬૬