________________
હતી. તેની કિંમત લગભગ પચાસ હજાર જેવી હતી. હીરો પણ મોટો અને ઝગમગતો, રસીલાબેન હીરાની વીંટી કાયમ પહેરી રાખતાં.
રસીલાબેન સગા સ્નેહીઓ કે આડોસ પાડોસમાં જાય ત્યારે દાગીના પહેરીને જ જાય. સ્ત્રીનો સહજ સ્વભાવ છે કે મારી પાસે જે છે તે બતાવવું.
પણ આવી બતાવવાની લ્હાયમાં એક દિવસ રસીલાબેને હીરાની વીંટી ખોઈ. તે હીરાની વીંટીની કિંમત પચાસ હજાર રૂપિયા હતી. રસીલાબેન ઘરમાં અને રસ્તા બહાર બે કલાકથી ગોત્યા કરતાં હતા પણ ક્યાંય જોવા ન મળે. તેમણે તરત જ રશ્મિભાઈને ઓફિસે ફોન કર્યો અને હીરાની વીંટી ક્યાંક પડી ગઈ છે તેમ જણાવ્યું ત્યારે રશ્મિભાઈ ઉકળી પડ્યા : ‘તને પહેરવું ખૂબ ગમે છે પણ તારામાં સાચવણ નથી. પચાસ હજાર રૂપિયાની હીરાની વીંટી હતી... તું તપાસ કર... હું સાંજે આવું છું. મારે ઓફિસે સખત કામ છે...’
રસીલાબેન આમ તો રશ્મિભાઈનો ઉધડો લઈ લેતા પણ આજે પોતે વાંકમાં આવ્યા એટલે તેમની બોલતી બંધ થઈ ગઈ તેમને થયું કે સાંજે ઘેર આવશે એટલે જરૂર મહાભારત શરૂ થઈ જવાનું...ઓહ...હવે શું કરવું ? હીરાની વીંટી ગઈ ક્યાં ? મેં કાઢી તો નહોતી જ... તો પછી હાથમાંથી કેવી રીતે પડી ગઈ હશે... હું શું કરૂં ? રશ્મિ સાંજે આવે તે પહેલા મળી જાય તો સારૂં...’
આમ વિચારતાં લમણે હાથ દઈને રસીલાબેન ડ્રોઈંગરૂમના સોફામાં બેઠા હતા ત્યાં બાજુના પાડોસી સુનયનાબેન આવ્યા.
સુનયનાબેને કહ્યું : ‘કેમ, રસીલાબેન ? આજે દેખાયા નહિ...’ તમારૂં મોં આજ ઉતરેલું કેમ લાગે છે ? શું તબિયત બરાબર નથી ?’
‘તબિયત તો સારી છે પણ મારી હીરાની વીંટી ક્યાંક પડી ગઈ છે. હીરાની વીંટી પચાસ હજાર રૂપિયાની છે. હું શું કરૂં ? બધેય જોઈ લીધું...ક્યાંય દેખાતી નથી.' રસીલાબેન રડવા જેવા થઈ ગયા.
‘તમે તમારા પતિને જાણ કરી...?’ સુનયનાએ પૂછ્યું.
‘હા...મેં તેમને ફોન કર્યો હતો પણ તેઓ ભારે ગુસ્સે થઈ ગયા... એ સાંજે આવશે ત્યારે શું થશે તેની મને ખબર નથી.’
શ્રી નાગફણા પાર્શ્વનાથ
૨૫૯