________________
થી નાર પાનાથ રાજસ્થાનમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. જે નાગેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. રાજસ્થાનના જીલ્લા ઝાલાવાડમાં ઉન્હેલ ખાતે આ તીર્થ આવેલું છે. નાગેશ્વર તીર્થ જવા માટે આલોદ રેલ્વે સ્ટેશનથી ૮ કિ.મી. ના અંતરે અને ચૌમહલાથી ૧૫ કિ.મી. ના અંતરે આ તીર્થ છે.
શ્રી નાગેશ્વર તીર્થ રતલામથી ૯૦ કિ.મી. તથા ઉજ્જૈનથી ૧૩૦ કિ.મી. ના અંતરે આવેલ છે. ચૌમહલા રેલ્વે સ્ટેશનથી નાગેશ્વર તીર્થ જવા બસ, જીપ વગેરેની સુવિધા પ્રાપ્ત છે. અહીં ધર્મશાળા અને ભોજનશાળાની ઉત્તમ સગવડ
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થમાં, સુરત પાસેના અમરોલી ગામના જિનાલયમાં, કાંદીવલી(મુંબઈ), જૈન દેરાસરમાં, રાજકોટમાં મણિયાર જિનાલયમાં, દાઢા(ભાવનગર)માં કાચના જિનાલયમાં, સોજીત્રા, અમદાવાદ, કૃષ્ણનગર, તથા સુરતના નૂતન જિનાલયમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે.
- નાગેશ્વર તીર્થમાં શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી અતિ પ્રાચીન છે. મથુરાની કંકાલી ટેકરી પાસે બીજી શતાબ્દીમાં બનાવેલા જૈન સ્તૂપમાંથી એક શિલાલેખ પ્રાપ્ત થયો છે. તેમાં તે સમયથી અગિયારસો વર્ષ પૂર્વે નિર્માણ થયેલી જૈન ઈમારતો અને મૂર્તિઓનો ઉલ્લેખ કરાયો છે. તે અનુસાર પાર્શ્વનાથ પ્રભુના દેહના પરિમાણ જેટલી મરકતમણિની એકપ્રતિમાજી ધરણેન્દ્ર દ્વારા અપાઈ હતી. વિદ્વાનોના મતે ધરણેન્દ્ર દ્વારા અપાયેલી મૂર્તિ તે જ આ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ છે. આથી આ મૂર્તિ પ્રાચીન છે તેમાં બેમત નથી.
નાગેશ્વર તીર્થમાં બિરાજમાન શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી કાઉસગ્ગ દશામાં, નીલવર્ણી સપ્તફણાથી યુક્ત છે. આ પ્રતિમાજીની ઊંચાઈ સાડા તેર ફૂટ (નવ હાથ)ની છે. પ્રતિમાજીનાં દર્શન કરતાં જ હૈયું ભાવ વિભોર બની જાય તેવી દર્શનીય છે. પ્રતિમાજીની પાસે અષ્ટમંગલ આદિ ચિન્હો છે. આ પ્રતિમાજીનો પથ્થર બે હજાર વર્ષથી વધુ પ્રાચીન હોવાનું શિલ્પજ્ઞો કબૂલે છે.
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ
૨૪૯