________________
બિરાજમાન છે. ભમતીમાં ત્રણ બાજુ એક-એક મોટા ગભારા સાથે પ૫ મોટી દેરીઓ છે. સમગ્ર જિનાલયમાં આરસનું કલાત્મક કોતરકામ છે.
| વિક્રમ સંવત ૧૯૬૭માં મહા સુદ પાંચમના દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં દર વર્ષે કારતકી પુનમ, ચૈત્રી પુનમ, પોષ દશમ કે એવા મોટા પર્વમાં ધજાઓ ચડતી, પરંતુ મહા સુદ પાંચમના રોજ તમામ ગભારા - દેરીઓ ઉપર ધજાઓ ચડાવવામાં આવે છે. સાથોસાથ આ જ દિવસે મૂળનાયકજી ના શિખરે બધા ગભારા અને દેરીઓ થઈને ૬૫ ધજાઓ ચડાવવામાં આવે છે.
આ જિનાલયમાં પ્રાચીન શિલાલેખો પણ પ્રાપ્ત થયા છે. તેમાં સૌથી જૂનો વિક્રમ સંવત ૧૨૧૪નો અને નવો શિલાલેખ વિ.સં. ૧૯૧૬નો છે. કુલ્લે પચ્ચીસ શિલાલેખો છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થે દર વર્ષે ત્રણ મેળા ભરાય છે. પ્રથમ ચૈત્રી પુનમ, બીજો કારતકી પુનમ અને ત્રીજો મેળો માગશરવદ દશમનો ભરાય છે. એમાં ચૈત્રી પુનમનો મેળો જોવાલાયક છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાના દિવ્ય પ્રભાવ અંગે આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે. અનેક મહાપુરુષોએ આ તીર્થના ગુણગાન ગાયા છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ શંખેશ્વર છે એ સિવાય ભારતભરમાં અનેક જિનાલયોમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે.
શ્રી શંખેશ્વર તીર્થનો વહીવટ શેઠ જીવણદાસ ગોડાદાસની પેઢી કરે છે. અહીં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ છે. આ તીર્થની આસપાસ મુંજપુર, માંડલ, ઉમરિયાળા, રાધનપુર, ભીલડીયાજી, રાંતેજ, શંખલપુર, ભોંયણી, કંબોઈ વગેરે તીર્થો આવેલા છે. રાજ્યના મુખ્ય શહેરો સાથે શંખેશ્વર તીર્થ પાકી સડકો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૭