________________
પ્રતિમાજી બહાર આવી. તે પ્રતિમાજીને વાજતે-ગાજતે ગામમાં લઈ આવવામાં આવી.
જ્યારે સંઘમાં આ સમાચાર વાયુવેગે વહેતા થયા તો ગામેગામથી સંઘો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શનાર્થે ઉમટવા લાગ્યા. નૂતન જિનાલય બંધાવા માટેની ચર્ચા સર્વત્ર થવા લાગી.
તપાગચ્છના જગદ્ગુરૂ શ્રી હીરસૂરિશ્વરજીના પટ્ટધર શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી મ. ના ઉપદેશથી શંખેશ્વર ગામની મધ્યમાં બાવન જિનાલયવાળું ભવ્ય, કલાત્મક જિનાલય તૈયાર કરવામાં આવ્યું. જિનાલયના નિર્માણનું કાર્ય સંપન્ન થતાં શ્રી વિજયસેનસૂરિજી મ. ની નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો.
શ્રી વિજયસેનસૂરિશ્વરજીની નિશ્રામાં તૈયાર થયેલ આ (જૂનું) જિનાલય પશ્ચિમ સન્મુખનું હતું. અર્થાત તેમાં બિરાજમાન મૂળનાયકનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ જિનાલય શિખર બંધી હતું. મૂળ ત્રણ ગભારા, ગુઢ મંડપ, સભા મંડપ અને બાવન જિનાલયથી યુક્ત બનેલું હતું. આટલું સુંદર, કલાત્મક અને ભવ્ય જિનાલય બનેલું હોવા છતાં કોઈ કુદરતી આફતના કારણે અથવા તો મુસ્લિમ શાસકોના પ્રકોપથી આ જિનાલયે પૂરાં એંસી વર્ષનું આયુષ્ય ભોગવ્યું નહીં. આ મંદિર એંસી વર્ષમાં હતું ન હતું થઈ ગયું. અર્થાત વિદ્યમાન રહી શક્યું નહિ.
વિક્રમ સંવત ૧૭૧૫ થી ૧૭૬૪ ના ગાળા દરમ્યાન મોગલ બાદશાહ ઔરંગઝેબનું શાસન હતું. ઔરંગઝેબ ધર્મઝનુની બાદશાહ હતો. ઉપર્યુક્ત સમયગાળાના કોઈપણ વર્ષમાં ઔરંગઝેબની આજ્ઞાથી અમદાવાદના સૂબાએ શંખેશ્વરજીની નજીક આવેલા મુંજપુરના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા સૈન્ય મોકલ્યું. અમદાવાદના સૂબાના સૈન્યે મુંજપુરના ઠાકોરને તાબે કર્યો અને વિજય હાંસલ કર્યો.
જ્યારે સૂબાનું સૈન્ય પાછું ફર્યુ ત્યારે ધર્મઝનુની સૈન્યે વિજયના નશામાં શ્રી શંખેશ્વરજીનું જિનાલય તોડી પાડ્યું. હાથમાં જે મૂર્તિઓ આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની
૨૪૫
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ