________________
પ્રતિમાને એક ભોંયરામાં ભંડારી દીધી. આથી તે પ્રતિમા અખંડ રહી જવા પામી.
કેટલાક વર્ષો સુધી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ભોંયરામાં નિરાપદ સ્થાને રહી, જ્યારે મુસલમાનોના સૈન્યનો ભય અને આંતક દૂર થયો પછી તે મૂર્તિને બહાર લાવવામાં આવી. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો સુધી મુંજપુર કે શંખેશ્વરના રાજવીઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પોતાના કબજામાં રાખીને અમુક અમુક રકમનું ઉઘરાણું કરતા, પછી જ યાત્રિકોને દર્શન કરવા દેતા હતા.
આ વાતની જાણ શ્રી વિજયપ્રભસૂરિજી મ. ને થઈ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. તે વિજયદેવ સૂરિજીના પદે પ્રભાવક હતા. અને શ્રી વિજયદેવસૂરિજી તે શ્રી વિજયસેનસૂરિજીના પદેધર હતા.
શ્રી વિજયપ્રભસૂરિજી શંખેશ્વર આવ્યા અને ત્યાંના સંઘને ઉપદેશ આપ્યો અથવા તો સંઘના અગ્રણીઓના પ્રયત્નોથી અથવા તો ઉપાધ્યાય અને કવિ શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિના પ્રભાવથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી શ્રી સંઘને પાછી સોંપાઈ હોય તેમ જણાય છે.
શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી એક નયનરમ્ય નૂતન જિનાલયનું નિર્માણ થયું. સંવત ૧૭૬૦ની આસપાસ શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયરત્નસૂરિજીના વરદ હસ્તે આ જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો.
આમ કાળના પ્રવાહમાં અનેક વિડંબનાઓ, સંકટો, મુશ્કેલીઓ આવી, છતાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જાગૃત ભક્તોને કારણે ઊની આંચ આવી નથી.
હાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું વિદ્યમાન જિનાલય છેલ્લા બે-ત્રણ સૈકાથી સ્થિત છે. એક વિશાળ કમ્પાઉન્ડની મધ્યમાં બેઠી બાંધણીનું આ મનોહર જિનાલય બાવન દેવકુલિકાઓથી અલંકૃત છે. મૂળ ગભારાની બહાર એક ગુઢ મંડપ અને બે સભામંડપ આવેલા છે. મૂળ ગભારાની બન્ને બાજુના શિખરબધ્ધ ગભારામાં શ્રી અજીતનાથ અને શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક રૂપે
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૬