________________
ઐતિહાસિક હકીકત પ્રકાશમાં આવે તેમ છે. પ્રાચીન શંખેશ્વર ગામ પણ ત્યાં વસેલું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મુસલમાન શાસકોએ શંખેશ્વર જિનાલયને નષ્ટ કર્યા પછી શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી શંખેશ્વર ગામમાં નૂતન જિનાલય બનાવાયું.
શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપાની બહાર આવેલ ખારસોલ તળાવના પશ્ચિમ દિશા તરફના કિનારા ૫૨ના એક મેદાનમાં એક જગ્યાએ ખારા પથ્થરમાંથી બનાવેલી શેષનાગની ફણા ઉપર સૂતેલા શ્રીકૃષ્ણની મૂર્તિ છે. તેમના ચરણો પાસે લક્ષ્મીદેવી બિરાજમાન છે તેમજ લક્ષ્મીદેવીની આસપાસ દાસદાસીઓની મૂર્તિઓ જોવા મળે છે. તેની બાજુમાં એક મૂર્તિ છે જેમાં વચ્ચે એક દેવની આકૃતિ છે અને દેવની આસપાસ બે દેવીઓ . એક ખારા પથ્થરની અને એક આરસની પાદુકા પણ જોવા મળે છે. આ સ્થળની નજીકમાં એક વાવ દટાઈ હોવાનું કહેવાય છે. આ મેદાનમાં જીર્ણ થઈ ગયેલા મકાનોના પાયા વગેરે જોવા મળે છે. આ સ્થળેથી આગળ જતાં એક ખાડો દ્રષ્ટિગોચર થાય છે, જેને આ વિસ્તારના લોકો ઝુંડ કુવો કહે છે. કહેવાય છે કે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની જમીનમાં ભંડારાયેલી પ્રતિમા આ સ્થળેથી એટલે કે ઝુંડ કૂવામાંથી કાઢવામાં આવી હતી.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા વિશે એક એવી લોકવાયકા છે કે આ ગામના રહેવાસીની એક ગાય રોજ જંગલમાં ચારો ચરીને ઝુંડ કૂવાના સ્થાને આવતી અને ત્યાં તેનું દૂધ ઝરી જતું, આવું કેટલાક સમય સુધી બન્યા બાદ જેની ગાય હતી તેના માલિકને થયું કે પોતાની ગાય રોજ જંગલમાં ચારો ચરીને પાછી ફરે છે છતાં દૂધ ઓછું કેમ થઈ ગયું ?
એક દિવસ ગાયનો રખેવાળ ગાયની પાછળ પાછળ ગયો. ગાયે ચારો ચરી લીધા પછી ઝુંડ કૂવાના સ્થાને આવી, ત્યાં તેનું દુધ ઝરી ગયું. આથી રખેવાળને થયું કે અહીં કોઈ ચમત્કારિક દેવની મૂર્તિ હોવી જોઈએ. એણે ગામલોકોને એકત્ર કર્યાં. ત્યાં ખાડો કરાવ્યો. ખૂબ ઊંડે સુધી ખોદતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૪