________________
જાનહાનિ વગર દુશ્મનના સૈન્યને હંફાવી દીધું. નેમિકુમારે ત્રણ દિવસ સુધી સૈન્યની રક્ષા ઉચિત રીતે કરી.
શ્રીકૃષ્ણની ત્રણ દિવસની અઠ્ઠમ તપની આરાધના ફળી. ભવનપતિ નાગરાજ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણની સાધનાથી પ્રસન્ન થયા. તેમણે શ્રીકૃષ્ણની મનોકામના સિધ્ધ કરવા પદ્માવતીને આજ્ઞા કરી. અને પદ્માવતીએ શ્રીકૃષ્ણ સમક્ષ પ્રત્યક્ષ થઈને શ્રી પાર્શ્વ પ્રભુની પ્રાચીન અને અલૌકિક પ્રતિમાજી અર્પણ કરી. ત્યાર પછી શ્રીકૃષ્ણ અત્યંત ભક્તિભાવથી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાનો સ્નાત્ર મહોત્સવ કર્યો. શ્રીકૃષ્ણ ક્ષીણ બનેલા પોતાના સૈન્ય પર સ્નાત્રજળ છાંટ્યું. સૈન્ય નવી સ્કુર્તિ અને ઉમંગ સાથે જાગૃત થયું. - શત્રુસેનાના એક દૂતે આ સમાચાર મગધેશ્વર જરાસંઘને આપ્યાં. આ સમાચાર સાંભળીને જરાસંઘ ધ્રુજી ઊઠ્યો. જરાસંઘ પોતાના વિશાળ સૈન્ય સાથે યુધ્ધભૂમિ પર આવી પહોંચ્યો.
શ્રીકૃષ્ણ પોતાના સૈન્યને શત્રુસેના પર તૂટી પડવા આદેશ આપ્યો અને ફરીથી ધમસાણ યુધ્ધ આરંભાયું.
જરાસંઘના અઠ્ઠાવીસ પુત્રોને બળદેવે યુધ્ધમાં મારી નાખ્યા. બાકીના એકતાલીસ પુત્રોને શ્રીકૃષ્ણ યમસદને પહોંચાડ્યા.
ત્યારબાદ શ્રીકૃષ્ણ અને જરાસંઘ સામસામાં આવી ગયા. કારમો સંઘર્ષ થતાં જરાસંઘે પોતાનું અંતિમ શસ્ત્ર સુદર્શન ચક્ર શ્રીકૃષ્ણ પર છોડ્યું. પરંતુ ચક્ર શ્રીકૃષ્ણ ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી અને તે ચક્ર સીધું જરાસંઘ પર જઈ ચડ્યું. તેનાથી જરાસંઘનું મસ્તક છેદાઈ ગયું. મગધેશ્વર જરાસંઘ મરાયો. જરાસંઘ યુધ્ધભૂમિ પર ઢળી પડ્યો. ત્યારે શ્રીકૃષ્ણ વિજયના હર્ષમાં શંખનાદ કર્યો.
- જ્યાં શંખનાદ કર્યો ત્યાં જ શંખપુર નગર વસાવ્યું. શંખપુરમાં શ્રીકૃષ્ણ એક ભવ્ય જિન પ્રાસાદ બંધાવીને તેમાં મહા મહોત્સવ રચીને તેમાં મહા પ્રભાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને બિરાજમાન કરી ત્યાર પછી દિન-પ્રતિદિન શંખપુર નગરની જાહોજલાલી વધવા લાગી.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ઉપર્યુક્ત ચમત્કારની ઘટના ચારેય
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૧