________________
લાવ્યો. ત્યાં ઈન્દ્ર-ઈન્દ્રાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી હૈયાના ભાવ સાથે ભક્તિ કરી.
એક મૃત્યુલોકના માનવી દ્વારા નિર્માણ થયેલી આ જિન પ્રતિમાજી પુનઃ મૃત્યુલોકમાં આવી. સૌધર્મેન્દ્રએ તે મૂર્તિને રૈવતગિરિની કંચન બલાનક નામની સાતમી ટુંક પર પ્રસ્થાપિત કરી. આ જિનમૂર્તિની નાગકુમાર આદિદેવોએ ચિરકાળ પર્યત સેવાપૂજા કરી. દેવો અને મનુષ્યોને દર્શન શુધ્ધિ કરાવતું આ દિવ્યતાનું પરમ પાવક ઝરણું કાળના અનેક પૃષ્ઠો પસાર કરીને વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સમય સુધી આવી પહોંચ્યું. એ વખતે સૌધર્મ દેવલોકના ઈન્દ્રએ આ પ્રતિમાને પોતાના ભવનમાં લાવી ચિર:કાળ પર્યત પૂજી.
જ્યારે અયોધ્યાના રાજકુમાર રામચંદ્રજી વનવાસ માટે નીકળી પડ્યા અને દંડકારણ્યમાં પહોંચ્યા ત્યારે પરમ જિનભક્ત એવા રામચંદ્ર અને સીતાના દર્શનપુજાના વ્રતની સૌધર્મેન્દ્રએ ચિંતા કરી. ત્યારે સૌધર્મેન્દ્ર દેવે પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુની આ દિવ્ય મૂર્તિને એક રથમાં પધરાવીને બે દેવોની સાથે દંડકારણ્યમાં મોકલી આપી. વનવાસકાળ દરમ્યાન રામ અને સીતાએ અનેરા ભક્તિભાવ સાથે આ જિનબિંબની સેવાપૂજા કરી.
- જ્યારે રામચંદ્રજીનો વનવાસ પૂરો થયો ત્યારે સૌધર્મેન્દ્રદેવ આ પ્રતિમાને પોતાના ભવન પર લઈ આવ્યા. દીર્ઘકાળ સુધી સૌધર્મેન્દ્રએ તેને પૂજી. સૌધર્મેન્દ્રએ પુનઃ આ દિવ્ય પ્રતિમાજીને ગિરનારના કંચન બલાનક નામની સાતમી ટુંકમાં પ્રસ્થાપિત કરી. ત્યાં નાગકુમારાદિ દેવો તેની ભક્તિભાવથી પૂજા કરવા લાગ્યા. [ આ અલૌકિક અને દિવ્ય પ્રતિમાના પ્રભાવની કથા તેમજ તેનો ઈતિહાસ એ વખતે નાગરાજ ધરણેન્દ્રએ એક જ્ઞાની મહાપુરુષ પાસે સાંભળ્યો. ધરણેન્દ્ર આ પ્રતિમા પોતાના ભવન પર લઈ આવ્યો. ત્યાં ધરણેન્દ્ર - પદ્માવતી સહિત અન્ય દેવીઓએ તેની ભક્તિ સહિત સેવા પૂજા કરી. આમ દીર્ઘકાળ પસાર થઈ ગયો. | મહાભારતના સમયમાં દ્વારિકા નગરીના ઈશાન ખૂણામાં આવેલ વઢિયાર દેશમાં સરસ્વતી નદીની પાસે સેનપલ્લી ગામની નજદિક મહાસંગ્રામ જામ્યો હતો. દ્વારિકાધીશ કૃષ્ણ વાસુદેવ અને રાજગૃહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૩૯