________________
ભોજનશાળાના પાસ લઈ આવ્યો.
ભોજનશાળામાં જતા પહેલાં સૌ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયે દર્શનાર્થે ગયા. ત્યાં સૌએ ચૈત્યવંદન સાથે ભક્તિ કરી. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની દેરી સામે સૌએ ભક્તિભાવ સાથે સ્તવન ગાયું, સ્તુતિ કરી.
ના દર્શન-વંદન કરીને અમુલખભાઈનો પરિવાર ધર્મશાળામાં રાખેલી રૂમો પર આવ્યો. થોડીવાર રહીને સૌ ભોજનશાળામાં જમવા માટે ગયા. સાત્વિક અને શુધ્ધ ભોજનથી સૌ તૃપ્ત થયા.
સાંજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દરબારમાં દર્શનાર્થે ગયા. રાત્રે ભાવનામાં બેઠા. અને રાત્રે દસ વાગે ધર્મશાળામાં આવીને સૂઈ ગયા.
- બીજે દિવસે અમુલખભાઈના પરિવારના તમામ સભ્યોએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી તથા ખાસ તો શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અનેરા ઉમંગ સાથે કરી. ત્યાં ચૈત્યવંદન તથા સ્તવન વગેરે કર્યું. સૌના મુખ પર આનંદ હતો. આ એજ દિવસે બપોરે ભોજનશાળામાં જમીને જસદણ જવા નીકળી ગયા.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની સાચા હૃદયથી ભક્તિ કરવામાં આવે તો અવશ્ય ચિંતાઓ નષ્ટ થાય છે.
મંત્ર સાધના (૧) ૐ હ્રીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૨) ૐ હૂ ર્થી હું Ø ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: (૩) ૐ હું શ્ર શ્ર શ્ર ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રની આરાધના કરવી. દરરોજ વહેલી સવારે એક નક્કી કરેલા સમયે તથા નિશ્ચિત આસન પર બેસીન એકી રકમમાં માળા કરવી. મંત્ર જાપથી સર્વ વિઘ્નો દૂર થાય છે ચિંતાઓ નષ્ટ પામે છે.
: સંપર્કઃ શ્રી બારેજા પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી પોરબંદર જૈન તપાગચ્છ સંઘ ટ્રસ્ટ મુ. બારેજા વાયા-માધવપુર જિ. પોરબંદર
ફોન : (૦૨૮૬) ૨૨૬૩૪૧૭
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૨૩૭