________________
‘પિતાજી, આપની વાત તો મારે માનવી જ પડેને...! આપ હંમેશા સંતાનોનું હિત ઈચ્છો છો. . .’
‘તું મનમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખરા હૃદયથી પ્રાર્થના કર... અને સંકલ્પ ધારણ કરકે જો મને આઠ દિવસમાં પ્રવેશ મળી જશે તો હું દર્શનાર્થે આવીશ...’
‘પિતાજી, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ભમતીની ૨૭મી દેરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી છે. અગાઉ એકવાર મેં ખરા હૃદયથી પ્રાર્થના કરેલી ત્યારે મારી ચિંતા દૂર થઈ ગઈ હતી. હું આજેજ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને પ્રાર્થના કરીશ. હવે મને લાગે છે કે પ્રાર્થના કર્યા પછી મારો પ્રશ્ન ઉકેલાઈ જશે. મને ઘેરી વળેલી ચિંતા દૂર થઈ જશે.’ સુનીલે કહ્યું. એમજ થયું.
એ દિવસે સુનીલે ધૂપ-દીપ કરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અંતરમાં સ્થિર કરીને ખરા હૃદયથી પ્રાર્થના કરી અને પ્રવેશ મળી જશે પછી તરત જ દર્શને આવવાની ભાવના સેવી.
ચાર દિવસ પસાર થઈ ગયા
ત્યાં પાંચમાં દિવસે કોલેજ માંથી પત્ર આવ્યો અને તેમાં લખ્યું હતું કે તમને સ્પેશ્યલ કેટેગરીમાં લઈને પ્રવેશ આપવામાં આવ્યો છે તમે નિયત તારીખે પ્રવેશ ફી અને શિક્ષણ ફી ભરી જશો.
સુનીલના આનંદનો પાર ન રહ્યો. તેણે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને મનોમન વંદન કર્યાં અને તેને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવનો અનુભવ ફરીવાર થયો.
અમુલખભાઈ અને તેના પરિવારના તમામ સભ્યો સુનીલને પ્રવેશ મળવાથી રાજી રાજી થઈ ગયા.
અમુલખભાઈએ બીજે જ દિવસે ક્વાલીઝ ભાડે કરીને પરિવાર સાથે શંખેશ્વર ઉપડ્યા. બે દિવસનો કાર્યક્રમ કરીને જ પરિવાર શંખેશ્વર ગયો હતો.
અમુલખભાઈ વગેરે બપોરે ૧૨ વાગે શંખેશ્વર પહોંચ્યા. ત્યાં પહોંચીને પ્રથમ બે રૂમ લીધા. સૌએ થોડીવાર વિશ્રામ કર્યો. મોટો અનિલ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૨૩૬