________________
ગયાનો અહેસાસ થયા વિના રહેતો નથી.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન-વંદન અને ભક્તિ ક૨વાથી સમસ્ત ચિંતાઓ નષ્ટ થાય છે. ઉપાધિઓ દૂર થાય છે, વિપદાઓનો નાશ થાય છે.
મહિમા અપરંપાર Hur
Is thes
જસદણના અમુલખભાઈ મહેતાનો પરિવાર સુખી અને સંપન્ન. જસદણમાં તેમને કરિયાણાનો વેપાર. દુકાન પણ ધમધોકાર ચાલે. તેમનો મોટો પુત્ર અનિલ પિતાની સાથે દુકાન પર બેસી ગયો હતો. અમુલખભાઈનો બીજો પુત્ર સુનીલ રાજકોટમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લી પરીક્ષામાં પાસ થયો પછી એડમીશન માટે એક ટકો ઓછો પડતો હતો.
સુનીલે તેના પિતાને કહ્યું : ‘પિતાજી, એડમીશનમાં મને એક ટકો ઓછો પડે છે પેમેન્ટ સીટ પર પ્રવેશ મળી જાય પણ મારે તે રીતે પ્રવેશ લેવો નથી. મને ચિંતા કોરી ખાય છે મારે શું કરવું? જો પ્રવેશ નહિં મળે તો મારૂં વર્ષ બગડશે.’
‘ભાઈ, તું મુંઝાઈશ નહિ...બધા સારાંવાના થઈ જશે. તું રાજકોટમાં મનસુખભાઈને મળ્યો હતો કે નહિ ? તેને વાત કરવી હતી ને ?’
‘પિતાજી, મનસુખકાકાને ત્યાં ગયો હતો પરંતુ તેમનાથી પણ કંઈ ન થઈ શક્યું. હમણાં કોલેજમાં પંદર દિવસની રજા છે. ત્યારબાદ નિયમિત વર્ગો શરૂ થઈ જશે. મારે જે કંઈ પ્રયત્નો કરવાના છે. તે આ પંદર દિવસમાં જ કરવાના રહેશે.’
ત્યાં અમુલખભાઈને શંખેશ્વરનું સ્મરણ થઈ આવ્યું. તેઓને સુખદ અનુભવ હતો કે જ્યારે કોઈ વિકટ પ્રશ્નો કે ઘેરી ચિંતા ફરી વળે તેવી વિપદા હોય ત્યારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયમાં ભમતીની ૨૭મી દેરીમાં બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દર્શન-વંદન અને પૂજા કરીએ તો મુશ્કેલી તરત જ દૂર થઈ જાય છે.
અમુલખભાઈએ સુનીલને કહ્યું : ‘ મારી એક વાત માનીશ’
૨૩૫
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ