________________
કલાત્મક હવેલીઓ જોવા ખાસ આવતા-જતાં રહે છે. જેસલમેર ભારતનું પીતવર્ણ શહેર છે.
સુરતમાં ચૌદમા સૈકાના કાષ્ટમય કલા કારીગીરીથી બેનમુન ભવ્ય મંદિર સુરતના લગભગ ૭૫ જિનાલયોમાં અગ્રસ્થાને શોભી રહ્યું છે. આ પ્રાચીન મંદિર પંદરમા સૈકામાં પરિવર્તન પામ્યું હતું. એક ભાવિકને સ્વપ્નથી કુવામાંથી પ્રતિમાજી મળ્યા હતા. માંત્રિક ગુરૂએ યંત્ર અને એક રૂપિયો મૂકી કોઠળી આપી. ઊંધી ન વાળવાની શરતથી મંદિર બંધાયું છે. “એક રૂપિયાના જિન મંદિર' તરીકે પ્રસિધ્ધ છે. દર રવિવારે તથા બેસતા મહિને સેંકડો જૈન-જૈનેતરો ઉપાસના કરવા માટે આ જિનાલયમાં આવે છે. તાપી નદીના કાંઠે આ જિનાલય આવેલું છે. લાકડાનું સુંદર કોતરકામ છે. આનો નમુનો સુખડમાં કોતરીને લંડનના મ્યુઝિયમમાં મુકેલો છે. વિ.સંવત ૨૦૨૫ માગસર મહિનામાં આ. શ્રી ચંદ્રાદેય સૂરિશ્વરજી મહારાજે બસો વર્ષમાં ન થઈ હોય તેવો અંજન શલાકા મહોત્સવ આ જિનાલયમાં કર્યો
હતો.
રાજકોટમાં મણિયાર જિનાલય તરીકે સુવિખ્યાત જિનમંદિરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી મૂળનાયક રૂપે બિરાજમાન છે. તેમજ રાજકોટમાં રૈયા ચોકડી વિસ્તારમાં શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. આ સ્થળ સૌરાષ્ટ્રના મહુડી તરીકે પ્રસિધ્ધ છે. અહીં શ્રી ઘંટાકર્ણવીર નું મંદિર આવેલું છે. આ સ્થાને પૂ.શ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ બિરાજે છે. શ્રી કલ્યાણ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં પરમ પ્રભાવી શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાજી દર્શનીય છે. આ સિવાય અન્ય તીર્થ સ્થળોમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલયો આવેલા છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદના જિનાલયની ભમતીમાં ૨૭મી દેરી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની છે. આ દેરીમાં અત્યંત મનોરમ્ય અને દર્શનીય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી છે. પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિ કરવાનું મન થઈ જાય તેવા ચમત્કારી પ્રતિમાજી છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૨૩૩