________________
વચ્ચે ભયંકર યુધ્ધ થયું. બન્ને રાજાઓ તાકાતવાન, શક્તિશાળી હતા. જરાસંઘને ભરતક્ષેત્રના તમામ રાજવીઓ અને વૈતાઢય પર્વતના વિદ્યાધરોનું પીઠબળ હતું.
જ્યારે શ્રીકૃષ્ણના પક્ષમાં ૫૪ કુલકોટિ યાદવો, પાંડવો, અનેક રાજાઓ અને વિદ્યાધરો હતા. બન્ને મહારથીઓ વચ્ચેનો જંગ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. શ્રી કૃષ્ણના શક્તિશાળી સૈન્ય સામે જરાસંઘનું સૈન્ય પાછું પડતું જોઈને જરાસંધે પ્રપંચનો સહારો લીધો. જરાસંઘે સિધ્ધ કરેલી જરા વિદ્યાનો પ્રયોગ કૃષ્ણના સૈન્ય ૫૨ કર્યો. આ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણનું સૈન્ય વ્યાધિ અને વૃધ્ધત્વથી પીડિત બન્યું. આમ કૃષ્ણના યોધ્ધાઓ લડવા માટે શક્તિહીન બની ગયા.
શ્રીકૃષ્ણના સૈન્યમાં શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રી અરિષ્ટ નેમિકુમાર એ ત્રણ મહાપુણ્યશાળી હતા. ત્રણ ઉપર જરાસંઘની વિદ્યાની અસર ન થઈ. પોતાના સૈન્ય પર જરા વિદ્યાનો પ્રભાવ જોઈને શ્રકૃષ્ણ ચિંતાતુર બની ગયા. તેમણે પિત્રાઈ બંધુ નેમિકુમારને ચિંતામાંથી મુક્તિ મેળવાનો ઉપાય પૂછયો. ત્યારે નેમિકુમારને પોતાના જ્ઞાનમાં ભવનપતિ નાગરાજ ધરણેન્દ્રના ભવનમાં બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવક પ્રતિમા જોવામાં આવી. જરાસંઘે શ્રીકૃષ્ણના સૈન્ય ૫૨ બિછાવેલી જરા વિદ્યાનું નિવારણ આ પ્રતિમાના સ્નાત્ર જળમાં છે તેવું જાણી તેમણે શ્રીકૃષ્ણને ઉપાય સૂચવ્યો.
નેમિકુમારે દર્શાવેલા ઉપાય પ્રમાણે શ્રીકૃષ્ણે અમતપની આરાધના શરૂ કરી. આ ત્રણ દિવસ દરમિયાન સૈન્યની સંભાળ રાખવાની જવાબદારી નેમિકુમારે પોતાના હાથમાં લીધી.
આ તરફ જરાસંઘના જરા વિદ્યાના પ્રયોગથી ક્ષીણ બનેલા શ્રીકૃષ્ણના સૈન્ય પર જરાસંઘ પોતાના સાથી રાજાઓ સાથે તૂટી પડયો. એ વખતે સૌધર્મેન્દ્રએ મોકલેલા રથમાં બેસીને નેમિકુમારે શંખનાદ કર્યો. ભયાનક શંખનાદથી જરાસંઘનું સૈન્ય ભયભીત બન્યું. અને આમતેમ નાસભાગ કરવા લાગ્યું. નેમિકુમારે લધુ-લાઘવી કલાથી ભયાનક બાણ વર્ષા કરી. બાણવર્ષોથી અનેક રાજાઓના મુકટ, કુંડળ, છત્ર, શસ્ત્રો વગેરે ભૂમિ પર ગબડી પડ્યાં. નૈમિકુમારે કોઈપણ
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૪૦