________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
શ્રી શંખેશ્વર મહાતીર્થનો મહિમા અપરંપાર છે. આ તીર્થ અત્યંત પ્રાચીન છે. એનો ઈતિહાસ યુગો પૂર્વેનો છે. આ મહાતીર્થ પાછળનો ઈતિહાસ રસપ્રદ છે. આ તીર્થ જાગૃત તીર્થ સ્થાન છે. આ તીર્થસ્થાને હજારો યાત્રાળુઓની અવરજવર રહે છે. બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના કાળથી આ મહાતીર્થ અસ્તિત્વમાં આવ્યું છે.
ગઈ ચોવીશીમાં નવમા તીર્થંકર શ્રી દામોદર સ્વામી પાસેથી ધર્મવત્સલ અષાઢી શ્રાવક પોતાની મુક્તિનું કારણ જાણે છે અને પોતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગણધર થઈને નિર્વાણ પામશે એ હકીકત જાણતાં તેના હૈયામાં અતિ હર્ષ ઉત્પન્ન થયો. અષાઢી શ્રાવકે શિલ્પી પાસે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી નિર્માણ કરાવી ત્યાર પછી અષાઢી શ્રાવક શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા આરાધના કરવા લાગ્યા. ત્યાર પછી અષાઢી શ્રાવક મૃત્યુ પામીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાન વડે જાણીને તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી દેવલોકમાં લઈ આવ્યા. અને તે પ્રતિમાજીની પૂજા દેવલોકમાં થઈ. સૂર્ય-ચંદ્રના વિમાનમાં પ્રભુની પૂજા થઈ. પાતાળમાં પણ એ દિવ્યતા ધરાવતી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની પૂજા થઈ. જ્યાં જ્યાં એ પ્રતિમાજીની પૂજા થઈ ત્યાં ત્યાં સુખની ધારા વહેતી થઈ.
વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર ભગવંત ઋષભદેવના કાળમાં નાગરાજ ધરણેન્દ્ર આ મૂર્તિનો દિવ્ય પ્રભાવ જાણ્યો તેણે આ મૂર્તિ નમિ અને વિનમિ નામના વિદ્યાધરોને આપી બન્ને વિદ્યાધરોએ વૈતાઢય પર્વત ઉપર આ પ્રતિમાજી લઈ જઈને જીવન પર્યત પૂજા-આરાધના કરી. ( આઠમા તીર્થંકર ભગવંત શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સમવસરણમાં સૌધર્મેન્દ્ર દેવે પોતાની મુક્તિ વિષે પૃચ્છા કરી ત્યારે પ્રભુના મુખેથી ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના શાસનકાળમાં પોતાની મુક્તિ જાણીને ભાવી તીર્થપતિ પાર્શ્વના પ્રત્યે સૌધર્મેન્દ્ર દેવને અનેરો ભક્તિભાવ ઉત્પન્ન થયો. સૌધર્મેન્દ્ર દવે પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવક દિવ્યતાને જાણી અને તે પ્રતિમાજીને પોતાના વિમાનમાં
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ
૨૩૮