________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
મુંબઈથી ૧૮૪ કિલોમીટરના અંતરે નાસિક સીટીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના અન્ય સ્થાનો પર તીર્થો આવેલા છે. નાસિક સીટીથી ગંજપથા તથા દેવલાલી સ્થળ નજદિકમાં છે. નાસિકથી પુના સીટી ૨૦૯ કિ.મી. ના અંતરે છે.
મહારાષ્ટ્રના નાસિક સીટી ખાતે પાર્શ્વનાથ લેનમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય અત્યંત દર્શનીય છે. તેમજ અન્ય જિનાલયો દર્શનીય છે. અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી નીલવર્ણની, પદ્માસનસ્થ તથા સપ્તફણાથી અલંકૃત છે. પ્રતિમાજીની ઊંચાઈ ૨૧ ઈંચ અને પહોળાઈ ૧૭ ઈંચની છે. પ્રતિમાજી પ્રાચીન અને પ્રભાવક છે. સંપર્ક : શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે. તીર્થ, પાર્શ્વનાથ લેન, ભદ્રકાલી, નાસિક સીટી - ૪૨૨૦૦૧ (મહારાષ્ટ્ર)
નાસિકની બાજુમાં આવેલ શ્રી ગજપંથા તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામવર્ણની, અર્ધ પદ્માસનસ્થ પ્રતિમાજી પ્રતિષ્ઠિત છે. નાસિક શહેરથી લગભગ સાત કિલોમીટરના અંતરે આ તીર્થ આવેલું છે. તળેટી મંદિર સુધી લગભગ દોઢ કિલોમીટરનું ચઢાણ છે.
જેસલમેર (રાજસ્થાન) માં સંવત ૧૨૧૨માં રાવળ જેસપાળે ગામને ફરતો કિલ્લો બંધાવ્યો હતો. એ વખતે કિલ્લામાં આઠ મંદિરો અને ગામમાં એક મંદિર અને સાત ઘર મંદિર હતા. તેમાં મુખ્ય શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી ભગવાનનુ છે. જેસલમેરમાં લગભગ સાતહજાર શ્રી જિન પ્રતિમાજીઓ મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન સુરક્ષિત રાખવા જુદા જુદા સ્થળેથી આવેલી હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન તાડપત્રોના ભંડારો પણ અહીં સુરક્ષિત છે. કલામય હવેલીઓથી આ ભવ્ય તીર્થ શોભી રહ્યું છે. જોધપુરથી ૧૪૦ માઈલ, બાડમેરથી ૧૧૦ માઈલ અને પોકરણથી ૭૦ માઈલ જેસલમેર છે. જેસલમેરનો ઉલ્લેખ અનેક ગ્રંથો અને સ્તવનોમાં મળે છે. જૈન ધર્મનું આ પ્રાચીન અને અત્યંત મહત્વનું સ્થળ છે. કલાકારીગીરી અને ગ્રંથભંડારોના દર્શન જરૂ૨ ક૨વા જેવા છે. અહીં પટવાઓની હવેલી જોવા જેવી છે. જેસલમેર એક પ્રાચીન, મહત્વનું સ્થળ છે. વિદેશીઓ આ
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૨૩૨