________________
ભક્તિવિહારના કાર્યાલય પર પહોંચીને ધર્મશાળામાં રૂમ લીધી. અને બન્ને પતિ-પત્ની રૂમ પર આવ્યા. બપોર પછી સતત પ્રવાસ થયો હોવાથી બન્ને થાકી ગયા હતા. રૂમ પર આવીને જરા હાથમોં ધોઈને વસ્ત્રો બદલાવીને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં આવ્યા. અનેરા ભાવથી દર્શન કર્યા તેઓએ જોયું કે ૨૬મી દેરી શ્રી બલેજા-(બરેજા)પાર્શ્વનાથ પ્રભુની છે. તેઓ દસ મિનિટ સુધી પ્રતિમાજીને જોઈ જ રહ્યાં બન્નેએ ત્યાં સ્તવન ગાયું અને પછી ત્યાંથી પાછા રૂમ પર આવ્યા.
બીજે દિવસે નવકા૨શી વા૫૨ીને સ્નાનાદિથી નિવૃત્ત થઈને બન્ને જિનાલયમાં પૂજા કરવા આવ્યા. ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરીને શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની દેરી પાસે આવ્યા. દેરીમાં અંદર જઈને અને૨ા ભક્તિભાવથી સેવા-પૂજા કરી.
e
પૂજા કર્યા પછી બન્ને બહાર આવ્યા અને ભાવથી ચૈત્યવંદન કર્યું. સ્તવનો ગાયા. બન્નેએ અંતરથી ભક્તિ કરી લગભગ એકાદ કલાક જેવો સમય પસાર થઈ ગયો. ત્યાં સેવા-પૂજા કર્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના જિનાલયે જઈને સેવાપૂજા કરી.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પૂજા કર્યા બાદ બન્ને ધર્મશાળામાં આવ્યા અને થોડીવાર વિશ્રામ કરીને ભોજનશાળામાં ભોજન લીધું. રૂમ પર થોડીવા આરામ કરીને આણંદ જવા માટેની બસ પકડી. બસસ્ટેન્ડ પર અમદાવાદ જવા માટેની બસ ઊભી હતી. તેઓ તેમાં બેસી ગયા અને સાંજે આણંદ પહોંચી ગયા. પંદર દિવસ પસાર થઈ ગયા.
એક દિવસ એક જૈન શ્રેષ્ઠી આવ્યા અને તેમણે રૂા. બે લાખનો માલ પહોંચાડવાનું જણાવ્યું તેમાં પચાસ હજાર રૂપિયા રોકડા આપી ગયા.
અમીચંદાઈના જીવનની આ પ્રથમ ઘટના હતી કે આટલી મોટી રકમનો ઓર્ડર મળ્યો હોય. ક્યારેય પાંચ હજારથી મોટો ઓર્ડર મળ્યો નહોતો. એટલું જ નહિ તેમણે ક્યારેય પચાસ હજાર રૂપિયા એક સાથે ઘણા વખતે જોવા મળ્યા
હતા.
અમીચંદભાઈએ જૈન શ્રેષ્ઠીનો ઓર્ડર બે દિવસમાં પૂરો કરી દીધો. તેમાં
શ્રી બરેજા પાર્શ્વનાથ
૨૩૦