________________
કરી શકતા હતા. ગામમાં અન્ય મોટા સ્ટોર્સ થવાથી તેમના વેપારમાં પણ ફરક આવ્યો હતો. પણ મધ્યમ પરિવારના અમીચંદભાઈ બીજું કશું કરી શકે તેમ નહોતા. તેઓ ખૂબજ પ્રમાણિક અને નીતિમત્તાથી ધંધો કરતાં હતા. બાદમાં
- એક દિવસ તેમની દુકાન પાસેથી એક જૈનમુનિ પસાર થતા હતા. અમીચંદભાઈ પોતાના થડા પરથી ઊભા થયા અને રસ્તા પર આવીને ભાવથી વંદના કરી.
જૈનમુનિએ અમીચંદભાઈનું મુખ જોઈને કહ્યું : “તું શ્રી બરજા પાર્શ્વનાથના દર્શન કરી આવ... લાભ થશે...' આટલું કહીને જૈનમુનિ “ધર્મલાભ” આપીને ચાલ્યા ગયા.
અમીચંદભાઈ ઘેર આવ્યા અને તેની પત્ની પાર્વતીને કહ્યું : “શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર ક્યાં આવ્યું છે?'
કેમ...?' પાર્વતીએ પૂછયું.
આજે સવારે આપણી દુકાન પાસેથી એક જૈનમુનિ પસાર થતા હતા. તેમણે મને કહ્યું કે તું શ્રી બરજા પાર્શ્વનાથના દર્શન કરીને આરાધના કર... લાભ થશે...'
is “મને યાદ છે કે શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની નયનરમ્ય પ્રતિમાજી છે. ફરતી ભમતીમાં એક દેરી શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની છે. આપણે આવતીકાલે જ શંખેશ્વર જઈએ અને શ્રી બરેજા પાર્શ્વનાથ પ્રભુની સેવા-પૂજા કરીને અંતરના ભાવ સાથે ભક્તિ કરીએ...”
- “હા...એમજ કરીએ... આવતીકાલે રવિવાર છે તો આપણે આજે નીકળીએ તો... ! રાતના પહોંચી જઈશું. સીધી બસ નહિ મળે... અહીંથી અમદાવાદ જઈએ ત્યાંથી શંખેશ્વર પહોંચી શકાશે...'
અને..અમીચંદભાઈ અને પાર્વતીબેન બપોરે આણંદથી શંખેશ્વર જવા નીકળી ગયા. તેઓ સૌ પ્રથમ આણંદથી અમદાવાદ આવ્યા, ત્યાં તેમને શખેશ્વર જવાની તરત જ બસ મળી ગઈ. રાતના આઠ વાગે તેઓ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં આવી પહોંચ્યા.
શ્રી બજા પાર્શ્વનાથ
૨૨૯