________________
સાર્થવાહને ભારે આશ્ચર્ય થતું હતું. નોકરી
સાર્થવાહે મુખ્ય નાવિકને કહ્યું: ‘ભાઈ, તું સમુદ્રમાં ચાર-પાંચ ખલાસીઓને મોકલ અને તપાસ કરાવ...'
હા...હવે એમજ કરવું પડશે.’ નાવિકે કહ્યું. તરત જ નાવિકે ચાર ખલાસીઓને સમુદ્રમાં કુદીને તપાસ કરવા જણાવ્યું. ખલાસીઓ સમુદ્રમાં કુદ્યા અને સમુદ્રમાં તપાસ આરંભી દીધી.
થોડીવારમાં ખલાસીઓને તે સમુદ્રના જળમાંથી એક મનોરમ્ય જિન પ્રતિમાજીની પ્રાપ્તિ થઈ.
ખલાસીઓ શ્રી જિનપ્રતિમાજી સાચવીને વહાણમાં લઈ આવ્યા. સાર્થવાહ મનોહારી શ્રી જિનપ્રતિમાજી જોઈને અતિ હર્ષિત બન્યો.
સાર્થવાહે શ્રી જિન પ્રતિમાજીની ખરા હૃદયથી ભક્તિ કરી. ત્યારપછી વહાણ ગતિમાન થયું.
આગળ જતાં મીઠા જળનો ટાપુ આવ્યો, ત્યાંથી પાણી ભરવામાં આવ્યું. ત્યાંથી વહાણ આગળ વધ્યું અને ચાર દિવસના અંતે આવેલા રંગદ્વીપમાં જઈને સાર્થવાહે પોતાનો માલ વેંચ્યો.
સાર્થવાહ ત્યાં અઢળક ધન કમાયો. ત્યાંથી ચીજ વસ્તુઓ ભરીને સાર્થવાહ ભારત તરફ વળ્યો. તેણે આ પ્રતિમાજીને બરેજા ગામમાં પધરાવી. ત્યાં આ પ્રતિમાજીને એક ભવ્ય જિનાલયમાં મૂળનાયક રૂપે વિભૂષિત કરાવી. આ પ્રભુજીનો પ્રભાવ અલૌકિક અને દિવ્ય છે. આ પ્રતિમાજીની સેવાપૂજા કરનારા ભાવિકોને
અનેક લાભો થયા છે તેમજ ચમત્કારના અનેક પ્રસંગો સર્જાયા છે.
શ્રી બરજા પાર્શ્વનાથ તીર્થ અતિ પ્રાચીન છે. જિનાલય રમણીય છે. વિક્રમ સંવત ૧૯૦૦માં ભીમજી કલ્યાણજી શેઠ નામના શ્રેષ્ઠી(પોરબંદર)એ હાલનું જિનાલય બંધાવ્યું હતું. વિક્રમ સંવત ૧૯૫૦ના મહાવદ ૩ના દિવસે આચાર્ય ભગવંત શ્રી જિનેશ્વરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે આ જિનાલયનો પ્રતિષ્ઠા - મહોત્સવ રચાયો હતો. ગામના નામ પરથી આ પાર્શ્વ પ્રભુ “શ્રી બરજા પાર્શ્વનાથ' નામથી ઓળખાય છે.
શ્રી બજા પાર્શ્વનાથ
૨૨૭