________________
શ્રી બારેજા પાર્શ્વનાથ જૈનોના ત્રેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના આજના કાળમાં ખૂબજ ફળદાયી છે. ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજય ધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ અને કલાપ્રેમી રહ્યા છે.
ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેર ઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદિપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે.
આજે પણ પ્રાચીન જિનાલયો ભવ્ય ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક ઊભા છે. ભોગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદ્રશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં ઘટાડો થયો નથી પણ દિન-પ્રતિદિન તેમાં વધારો થતો રહ્યો છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જીલ્લાના બરેજા ગામમાં ‘શ્રી બજા પાર્શ્વનાથ' અથવા તો “શ્રી બલેજા પાર્શ્વનાથ” પ્રભુનું પ્રાચીન તીર્થધામ આવેલું છે.
આ તીર્થ જૂનાગઢથી ૪૬ કિ.મી. ના અંતરે અને માંગરોળથી ૩૬ કિ.મી. ના અંતરે તેમજ પોરબંદરથી ૪૨ કિ.મી. ના અંતરે આવેલું છે..
શ્રી બરજા પાર્શ્વનાથ પ્રભુનું બજારમાં આવેલું જિનાલય મુખ્ય છે. મુખ્ય તીર્થ છે. આ સિવાય શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થની ભમતીમાં શ્રી બરજા કે બોજા પાર્શ્વનાથ મુજીની પ્રતિમાજી બિરાજમાન છે. તેમજ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહા પ્રાસાદ - જિનાલયની ભમતીમાં ૨૬મી દેરીમાં શ્રી બલેજા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે.
બરેજ ગામમાં આવેલ શ્રી બરજા પાર્શ્વનાથજીની પ્રતિમા વેળુની, કૃષ્ણવર્ણ, પદ્માસનસ્થ અને ફણારહિતની છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૩૩ ઈંચ અને પહોળાઈ ૨૯ ઈંચની છે.
કહેવાય છે કે એકવાર એક સાર્થવાહ માલ ભરીને વહાણમાં બેસીને વેપાર
શ્રી બજા પાર્શ્વનાથ
૨૨૫