________________
પાર્શ્વનાથ પ્રભુ બચાવી શકે તેમ છે.’
‘એ કઈ રીતે ?’હર્ષિલે પૂછયું.
‘શંખેશ્વર તીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ તીર્થધામ આવેલું છે. ત્યાં વિશાળ જગ્યામાં જિનાલય છે. આ જિનાલયને ફરતી ભમતીમાં ૨૫મી દેરી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની છે. શ્રી લોદ્રવા પાર્શ્વનાથનું મુખ્ય જિનાલય જેસલમે૨ની બાજુમાં છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં શ્રી લોદ્રવા પાર્શ્વનાથની દેરી છે. અહીં શ્રી લોદ્રવા પાર્શ્વનાથ અત્યંત દર્શનીય છે. તું તેમના દર્શન કરવાની ભાવના રાખીશ તો અવશ્ય તું પરીક્ષા આપી શકીશ...'
cis
‘મમ્મી, હું શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા અવશ્ય જઈશ. જો હું પરીક્ષા આપી શકીશ તો, ત્યાં હું સેવાપૂજા અને પ્રભુ ભક્તિ કરીશ.’
હર્ષિલે ખરા હૃદયથી શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરીને દર્શને આવવાની ભાવના ધારી.
હર્ષિલ આઠ દિવસમાં સાજો થઈ ગયો. તેનો વર ઉતરી ગયો. ડોક્ટરોએ ક્યું : ‘આ કેવી રીતે બન્યું ? આ રીતે તાવ ચાલ્યો ન જાય... છતાં ઘણું સારૂં છે. હર્ષિલ હવે પરીક્ષા આપી શકશે.’
એમજ થયું.
હર્ષિલે કોલેજની વાર્ષિક પરીક્ષા આપી. પરીક્ષા પુરી થયા બાદ પોતાના માતાપિતા અને બહેન સાથે શંખેશ્વર ગયો ત્યાં તેણે શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુની ભાવથી ભક્તિ કરી. અને નિયમિત શ્રી જિનેશ્વર ભગવંતની સેવા પૂજા કરવાની ભાવના સેવી.
સૌ પાછા ધ્રાગંધ્રા આવ્યા. હર્ષિલ ત્યાર પછીથી નિયમિત સેવાપૂજા કરવા લાગ્યો. જ્યારે વાર્ષિક પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેને ફર્સ્ટક્લાસ આવ્યો. પરિવારના બધા સભ્યોને આનંદ થયો.
હર્ષિલને શ્રી લોદ્રવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો.
૨૨૩
શ્રી લોદ્રવાજી પાર્શ્વનાથ