________________
સંપર્ક : શ્રી બજા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, મુ. બારેજા (જી. જુનાગઢ), સૌરાષ્ટ્ર
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં | બિરાજમાન શ્રી નરેજી પાર્શ્વનાથ
વિશ્વ વિખ્યાત જૈનોનું સુપ્રસિધ્ધ તીર્થધામ શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલું છે. શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું બેનમુન, નયનરમ્ય જિનાલય છે. આ જિનાલયમાં મનોરમ્ય અને ચમત્કારી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં ભક્તિના ભાવ જાગ્યા વગર ન રહે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જિનાલયની ભમતીમાં ૨૬મી દેરી શ્રી બોજા કે બલેજા પાર્શ્વનાથ પ્રભુની છે. ભમતીમાં આવેલી આ દેરીમાં શ્રી બલેજા પાર્શ્વનાથ પ્રભુની ફણારહિતની પ્રતિમાજી છે. તેમજ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઈંચની છે. આ દેરીમાં બિરાજમાન પ્રતિમાજી અત્યંત મનોહારી અને ચમત્કારી છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર પાર્શ્વનાથ મહાપ્રાસાદમાં ધર્મશાળા, ભોજનશાળાની સર્વ શ્રેષ્ઠ સુવિધા છે.
- મહિમા અપરંપાર
માનવીના જીવનમાં ઘણીવાર એવી ઘટનાઓ બને છે કે તેની કલ્પના માનવી કરી શકતો નથી. શ્રધ્ધા અને ભક્તિનું પરિણામ કેવું સુખદ આવતું હોય છે તેનો એક સત્ય ઘટના પર આધારિત એક પ્રસંગ પ્રસ્તુત છે. ઘટનાનું સ્થળ અને નામ બદલવામાં આવ્યા છે.
આણંદમાં અમીચંદભાઈને કરિયાણાની નાની એવી દુકાન હતી. અમીચંદભાઈ રાત-દિવસ મહેનત કરે ત્યારે માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ
શ્રી બારેજા પાર્શ્વનાથ
૨૨૮