________________
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે આ પરમ તારક તીર્થ સ્થળમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ આવેલ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદમાં ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય અને દર્શનીય પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. દિન-પ્રતિદિન આ તીર્થનો મહિમા વધતો જાય છે. વર્ષ દરમ્યાન હજારો યાત્રિકો આ તીર્થના દર્શનાર્થે આવે છે અને બે-ત્રણ દિવસ રોકાઈને સેવા-પૂજાનો લાભ લે છે.
આ સંકુલમાં અત્યંત આધુનિક ધર્મશાળા તથા ભોજનશાળા છે. યાત્રિકો બે-ત્રણ દિવસ પ્રાકૃતિક વાતાવરણમાં પ્રભુ ભક્તિ કરી શકે તેવી વ્યવસ્થા છે. સુંદર બગીચાઓ અને વિશાળ વૃક્ષો હોવાથી કુદરતનું સાંનિધ્ય યાત્રાળુઓ મેળવી શકે છે. | આ સંકુલમાં વહેલી સવારે પક્ષીઓનું ગાન સાંભળવા મળે છે. યાત્રાળુઓના હૈયામાં પણ આનંદનો ધ્વનિ ગુંજ્યા વગર ન રહે તેવું વાતાવરણનું નિર્માણ થાય છે સંકુલનો સ્ટાફ પણ વિનયી અને કાર્યદક્ષ છે.
ભક્તિવિહાર મહાપ્રાસાદના સંકુલમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય છે મૂળનાયક રૂપે શ્રી ભક્તિ પાર્શ્વનાથ બિરાજમાન છે તથા ફરતી ભમતીમાં ૧૦૭ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીઓ બિરાજમાન છે. દરેક દેરીમાં ભારત ભર માં આવેલા શ્રી પાર્શ્વ પ્રભુના પ્રાચીન તીર્થોની સ્મૃતિ કરાવે તેવી છે તે તીર્થ સ્થળના શ્રી પાર્શ્વ પ્રભુજી બિરાજમાન છે.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના જિનાલયની ભમતીમાં ૨૭મી દેરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી બિરાજમાન છે. સપ્તફણાથી મંડિત આ પ્રતિમાજી પદ્માસનસ્થ છે. આ પ્રતિમાજીના દર્શન કરતાં જ હૈયામાં પ્રભુભક્તિનો નિનાદ ગુંજયા વગર ન રહે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય સ્થળ નાસિક સીટીનું જિનાલય છે. છતાં અહીં બેઠાં ભાવિકોને નાસિક પહોંચી
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ
૨૩૪