________________
SOLSTS PRO અર્થે પરદેશ જવા માટે નીકળ્યો. જ શાંત સમુદ્રમાં વહાણ તેજ ગતિથી આગળ વધી રહ્યું હતું. સાર્થવાહ તો આ અગાઉ અનેકવાર દરિયાઈ સફરે થઈ આવ્યો હતો એટલે તેના માટે આ સફર સહજ હતી.
સમુદ્રી તોફાનના કોઈ અણસાર નહોતા. આઠ દિવસ પસાર થઈ ગયા.
નવમે દિવસે સવારે સાર્થવાહ વહાણના મુખ્ય નાવિક સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.
નાવિકે કહ્યું : “શેઠજી, આપણી સફર નિર્વિઘ્ન પાર થઈ જશે. ચાર દિવસ પછી મીઠા જળનો ટાપુ આવશે ત્યાંથી મીઠું જળ ભરીને આગળ વધીશું. સમુદ્રમાં તોફાનના કોઈ એંધાણ દેખાતા નથી. દરિયો એકદમ શાંત છે.” - સાર્થવાહે કહ્યું: “અત્યારે તો દરિયો શાંત લાગે છે પરંતુ ક્યારે તોફાન સર્જે છે તે કહી શકાય નહિ. આપણે તો પૂરતી સાવધાની અને સાવચેતી રાખવાની
“શેઠજી, અમે હવામાનનું બરાબર ધ્યાન રાખીએ છીએ. આપ જરાય ચિંતા કરશો નહિ....'
આમ સાર્થવાહ અને વહાણના મુખ્ય નાવિક સાથે વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં સમુદ્ર વચ્ચે એકાએક વહાણ ખંભિત થઈ ગયું.
સાર્થવાહે નાવિકને પૂછયું: ‘નાવિક, વહાણ કેમ રોકાઈ ગયું છે? તેની ગતિ કેમ રોકાઈ ગઈ ? શું થયું?”
શેઠજી, કશું સમજાતું નથી. આ રીતે તો કોઈ દિવસ બન્યું નથી. મારા જીવનમાં પણ આ રીતે સમુદ્રની વચ્ચે કોઈ કારણ વિના વહાણ રોકાઈ જાય તેવી પ્રથમ ઘટના છે.”
નાવિકના માણસો જ્યાં સાર્થવાહ અને નાવિક બેઠા હતા ત્યાં એકઠાં થયા અને એકાએક વહાણ કેમ રોકાઈ ગયું તેનું કારણ જાણવા અધીરા બન્યા. ખલાસીઓ ઊંડી તપાસ કરી પણ કંઈ જાણવા ન મળ્યું.
શ્રી નરેના પાર્શ્વનાથ
૨૨૬